<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં ફરાર જીતેન્‍દ્ર બદ્રકિયા પકડાયો

ભકિતનગર પોલીસના હેડકોન્‍સ કેતનભાઇ બોરીચા અને કોન્‍સ વસંતભાઇ બાલાસરાની બાતમી

રાજકોટ, તા.૧૧: નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટના દોઢ વર્ષથી ફરાર શખ્‍સને ભકિતનગર પોલીસે હુડકો ચોકડી પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં પેરોલ જમ્‍પ કરનારા તથા કોર્ટના સજાના વોરંટના ઘણા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા એ સૂચના આપતા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ.એમ.એમ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ હેડકોન્‍સ કેતનભાઇ બોરીચા સહિત આરોપીની શોધમાં હતા ત્‍યારે હેડકોન્‍સ કેતનભાઇ બોરીચા અને કોન્‍સ વસંતભાઇ બાલાસરાને બાતમી મળતા નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં દોઢ વર્ષથી ફરાર જીતેન્‍દ્ર નાનાલાલભાઇ બદ્રકીયા (રહે. કોઠારીયા મેઇન રોડ પર માં ભવાની કૃપા કવાર્ટર નં.૬૩) ને હુડકો ચોકડી પાસેથી પકડી લીધો હતો

(2:31 PM IST)