News of Thursday, 11th September 2025
નવાગામ આણંદપરમાં વેપારી પ્રિતેશભાઇ કારીયાના ગોડાઉનમાં ચોરીનો પ્રયાસ
આઠ દિવસ પહેલા બનાવ : ફોર વ્હીલમાં આવેલા બે શખ્સો ગ્રાઇન્ડર મશીનથી તાળુ તોડવાનો પ્રયાસ કરતા પાડોશી જાગી જતા તસ્કરો ભાગી ગયા : વેપારીની કુવાડવા રોડ પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા. ૧૧ : નવાગામ આણંદપરમાં ગ્રામ પંચાયતની પાછળ આવેલા ટ્રેડીંગ કંપનીના ગોડાઉનના ફોરવ્હીલમાં આવેલા બે શખ્સો ચોરીનો પ્રયાસ કરતા કુવાડવા રોડ પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલની સામે આર.કે. નગરમાં પર્લ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા વપોરી પ્રિતેશભાઇ વસંતભાઇ કારીયા (ઉ.વ.૩૯) એ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. પ્રિતેશભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે કે હું નવાગામ (આણંદપર) ગ્રામ પંચાયતની પાછળની શેરીમાં રામ ટ્રેડીંગ કંપનીનું ભાગીદારીમાં ગોડાઉન ધરાવી ડ્રાયફૂડ અને કરિયાણાનો હોલ સેલનો વેપાર કરીએ છીએ. ગત તા. ૩/૯ ના રોજ રાત્રે અમે ગોડાઉન બંધ કરીને ઘરે જતા રહ્યા હતા. બાદ મોડી રાત્રે ગોડાઉનની બાજુમાં રહેતા ઘનશ્યામભાઇ ખાંભલાનો ફોન આવેલા તેણે કહેલ કે ‘તેમ વાત કરતા હું મારા ગોડાઉને જઇ બહાર લગાવેલા સી.સી. ટીવી. કેમેરાના ફૂટેજ જોતા એક અજાણી ફોર વ્હીલ ગાડી ગોડાઉનની સામે ઉભી રહી હતી, તેમાંથી મોઢે કપડુ બાધેલો એક શખ્સ ગ્રાઇન્ડીંગ જેવું મશીન લઇને ફોરવ્હીલમાંથી નીચે ઉતરી ગોડાઉનના દરવાજા પાસેસ આવી ગ્રાઇન્ડર મશીનથી તાળુ તોડવાનો પ્રયાસ કર્યા બાદ તે શખ્સ ગાડીમાં બેસી જાય છે. આ રીતે આ શખ્સ બે-ત્રણ વાર ગ્રાઇન્ડીંગ મશીન વડે તાળુ તોડવાની કોશિશ કરે છે. બાદ ગોડાઉનની બાજુમાં રહેતા ઘનશ્યામભાઇ જાગી જતા આ શખ્સો ફોરવ્હીલમાં બેસી ભાગી જતા સીસીટીવી ફૂટેજમાં જોતા મળતા કુવાડવા રોડ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આ અંગે પીએસઆઇ એ.બી. ઝાલા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે
(2:33 PM IST)










