તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
નાના મવા- લક્ષ્મીનગર નાલા વિસ્તારમાંથી ૬ ઝુપડા-શેડનો કડુસલો : ૯૪ કરોડની જગ્યા ખુલ્લી
મનપા દ્વારા વેસ્ટ ઝોનના વોર્ડ નં. ૮,૧૦ તથા ૧૧ માં બુલડોઝરની ધણધણાટી : ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા કુલ ૯૯ર૩ ચો.મી. જમીન ઉપરથી ગેરકાયદે દબાણો તોડી પડાયા

રાજકોટ,તા.૧૧: મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૮, ૧૦ અને ૧૧ના વિસ્તારમાં ટાઉન પ્લાનીગ શાખા દ્વારા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.
વોર્ડ નં.૧૧માં માર્જીનની જગ્યામાં વાણીજ્ય હેતુનું વધારાનું બાંધકામ દુર કરાયું હતું. જયારે વોર્ડ નં.૮ અને ૧૦માં અનામત પ્લોટ તથા ટી.પી. રોડ પર થયેલ અનઅધિકળત બાંધકામ દુર કરી ૯૯૨૩.૦૦ ચો.મી.ની ૯૪ કરોડની જગ્યા ખુલ્લી કરાવી હતી.
મનપાની સત્તાવાર યાદી મુજબ મ્યુનિસિપલ કમિશનરના આદેશાનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ સ્થાનીકો દ્વારા કરવામાં આવેલ અનઅધિકળત બાંધકામોને દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ.
૨૬૦(૨) અન્વયે કરવામાં આવેલ કાર્યવાહી જેમાં વેસ્ટ ઝોનના વોર્ડ નં. ૧૧માં ભુપતભાઈ ગમારા, સિલ્વર ગોલ્ડ રેસીડેન્સી, નાનામવા પાસે, પૂજા કોમ્પ્લેક્ષ, રાજકોટ દ્વારા માર્જીનની જગ્યામાં વાણીજ્ય હેતુનું વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હતું.
તેમના દ્વારા કબ્જા/વપરાશમાં આવેલ ઉપરોક્ત સ્થળે દર્શાવેલ મિલ્કત પર ગેરકાયદેસર બાંધકામ ધ્યાને આવતા અત્રેથી કલમ-૨૬૦(૧) મુજબની નોટીસ પાઠવવામાં આવેલ તેમ છતાં તેમના દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં ન આવતા, ૨૬૦(૨) ની નોટીસ પાઠવવામાં આવેલ. ગેરકાયદેસર બાંધકામ દુર ન થતા આજરોજ સવારથી માર્જીનની જગ્યામાં વાણીજ્ય હેતુનું વધારાનું અંદાજીત ૪૨.૦૦ ચો.મી. નું બાંધકામ દુર કરેલ છે.
મનપાને સંપ્રાપ્ય થયેલ અનામત પ્લોટ તથા ટી.પી. રોડ પર થયેલ અનઅધિકળત બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં ૯૯૨૩.૦૦ ચો.મી.ની અંદાજીત ૯૪ કરોડ ની જમીન ખુલ્લી કરાવેલ છે.
ઉપરાંત વેસ્ટ ઝોનમાં વોર્ડ નં. ૧૦ ના ટી. પી. સ્કીમ નં.૨૦-નાનામવા, અંતિમખંડ નં.૨૯/એ (સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર), ટી.આર.પી. ગેમ ઝોનની સામે, સયાજી હોટેલ પાછળ, નાનામવા, ખાતેથી પતરાના શેડ દૂર કરવી. ૩૬૯૫.૦૦ ચો.મી.ની હા ૩૬.૯૫ કરોડ, ટી. પી. સ્કીમ નં.૨૦-નાનામવા, અંતિમખંડ નં.૩૪/એ (રહેણાંક વેંચાણ), ટી.આર.પી. ગેમ ઝોનની સામે, સયાજી હોટેલ પાછળ, નાનામવા, ખાતેથી ૩-ઝુંપડા હટાવી ૧૦૦૪.૦૦ ચો.મી.ની રૂ. ૧૦.૦૪ કરોડ, ટી. પી. સ્કીમ નં.૫-નાનામવા, અંતિમખંડ નં.૪૩૮ (સ્કુલ એન્ડ પ્લે-ગ્રાઉન્ડ), પ્રદ્યુમન હાઈટ પાછળ, આર.કે નગર મેઈન રોડ, નાનામવા, ખાતેથી ૩-ઝુંપડા તોડી પાડી ૫૨૨૪.૦૦ ચો.મી. રૂ. ૪૭.૦૧ કરોડ તથા ટી.પી. સ્કીમ નં.૩-રાજકોટ, ૧૫.૦૦ મી. ટી.પી. રોડ, લક્ષ્મીનગર નાલા પાસે, રાજકોટ ટી.પી. રોડ પર આવેલ દબાણો દુર કરો ૨૦૦.૦૦ મી. (રોડની લંબાઈ)ની કુલ ૯૪ કરોડની ૯૯ર૩ ચો.મી. જગ્યા ખુલ્લી કરાઇ હતી.
આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા-વેસ્ટ ઝોન, ટાઉન પ્લાનર, આસી. ટાઉન પ્લાનર તથા તમામ આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, હેડ સર્વેયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી-જુદી શાખાઓ જેવી કે, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ. (૯.ર૩)
(2:57 PM IST)










