<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

ટી. આર. પી. ગેમઝોન અગ્નિકાંડના કેસમાંથી છટકવા બોગસ ડોકયુમેન્‍ટ, મીનીટસ બુક ઉભી કરવાના ગુનામાં મનસુખ સાગઠીયાની જામીન અરજી રદ

ર૭ લોકોનો જીવ લેનારી ગોઝારી ઘટનામાંથી છટકવા પુર્ન ટી.પી.ઓ. સાગઠીયા બોગસ પુરાવા ઉભા કર્યાનો ગંભીર ગુનો છેઃ ગુનાને હળવાશથી લઇ શકાય નહિઃસરકારી વકીલ અતુલ પટેલ

 

રાજકોટ તા. ૧૧ :.. ચકચારી ટી. આર. પી. ગેમઝોન અગ્નિકાંડના કેસમાં છટકવા બોગસ ડોકયુમેન્‍ટ,  મીનીટસ બુક બનાવી ફોજદારી ફરીયાદમાં પકડાયેલ પૂર્વ ટી. પી. ઓ. મનસુખ ધનજીભાઇ સાગઠીયાએ આ ગુનામાં જામીન પર છૂટવા કરેલ અરજીને ટ્રાયલ કોર્ટના જજ શ્રી પી. એમ. શાહે ફગાવી દીધી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં ર૭ લોકોના મૃત્‍યુ થયા હતાં. આ ગુનામાંથી છટકવા છટકવા આ ગુનામાં મુખ્‍ય આરોપી મનાતા મનસુખ સાગઠીયાએ બોગસ ડોકયુમેન્‍ટ, બોગસ મીનીટસ બુકો ઉભી કરી છટકવાનો પ્રયાસ કર્યાનું બહાર આવતા ડી. સી. બી. પોલીસે આરોપીનું કારસ્‍તાન પકડી પાડીને તેના વિરૂધ્‍ધ આઇ. પી. સી. ૪૬પ, ૪૬૬, ૪૭૧ અને ૪૭૪ મુજબનો ગુનો દાખલ કરેલ હતો.

આ ગુનામાં આરોપી મનસુખ સાગઠીયાએ જામીન પર છૂટવા અરજી કરી રજૂઆત કરેલ કે, ડોકયુમેન્‍ટરી પુરાવા આધારીત કેસ છે. ટ્રાયલ ચાલતા સમય લાગે તેમ હોય જામીન પર છોડવા જોઇએ. અગિ્નકાંડના ગંભીર ગુનામાં પણ સુપ્રિમ કોર્ટે જામીન મંજૂર કરેલા છે. ત્‍યારે આ ગુનો માત્ર સાત વર્ષની સજાને પાત્ર હોય જામીન આપવા.

આ સામે  સરકારી વકીલ અતુલ પટેલે એવી રજૂઆત કરેલ કે, માત્ર સાત વર્ષની સજાની જોગવાઇ તેથી જામીન પર છોડવા જોઇએ નહિ ગુનાની ગંભીરતા જોવી જોઇએ અગિ્નકાંડની ખુબ જ ગંભીર ઘટના રાજકોટમાં બની છે. જેમાં કુલ ર૭ નિર્દોષ લોકોના જીવ ગયા છે. તે ગુનામાં સુપ્રિમ કોર્ટે જામીન આપેલ હોય એટલે હાલના ગુનાની ગંભીરતા જરા પણ ઓછી ન હોય જામીન અરજી રદ કરવી જોઇએ.

આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. અતુલ એમ. પટેલ રોકાયા હતાં. (પ-૧૯)

 

 

 

 

 

(2:58 PM IST)