તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
નાગર બોર્ડીંગ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ માટે બ્રહ્મરાસોત્સવ
પરશુ બ્રહ્મ યુવા દ્વારા સતત ૧૦માં વર્ષે ભવ્ય આયોજનઃ એક હજારથી વધુ ભુદેવ ખેલૈયાઓ જગદંબાની આરાધના કરશેઃ સિઝન પાસ મેળવી લેવા અનુરોધ

રાજકોટઃ માં જગદબાની શકિત અને ભકિતની આરાધનાનું પર્વ એવા નવલા નોરતા આગામી તા. રર સપ્ટેમ્બરથી પ્રારંભ થઇ રહ્યા છે. લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે પરશુ બ્રહ્મ યુવા ગ્રુપ દ્વારા ડો. હેમાંગ વસાવડા, જીતુભાઇ મહેતા, ભરતભાઇ ઓઝા, મોનીસભાઇ જોષી, કષ્યપભાઇ ભટ્ટ, પ્રતિક ભાઇ બાલભદ્ર, સહિતના માર્ગદર્શન હેઠળ શહેરની મધ્યમાં આવેલ નાગર બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે ભૂદેવ ખેલૈયાઓ માટે છેલ્લા ૧૦ વર્ષથી નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવેલ છે.
આ અંતર્ગત વધુ માહિતી આપતા પરશુ બ્રહ્મ યુવા ગ્રુપના સભ્યોએ જણાવ્યુ હતું કે નાગર બ્રાહ્મણ બોર્ડિંગ ખાતેના બ્રહ્મ રાસોત્સવમાં અંદાજે ૧ હજાર ખેલૈયાઓ રમી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, બ્રહ્મ ખેલૈયાઓ હાઇફાઇ ડી.જે. સાઉન્ડના સથવારે અને રોશનીના ઝગમગાટ વચ્ચે આ રાસોત્સવને માણશે નામાકિંત કલાકારો, લાઇવ ઓસ્કેસ્ટ્રા તેમજ દરરોજ પ્રિન્સ, પ્રિન્સેસ ખેલૈયાઓને ઇનામ આપવામાં આવશે. વેલ્ડ્રેસ ઇનામ તેમજ કીડસ ગ્રુપને પણ ઇનામ આપવામાં આવશે. રાસોત્સવના પ્રારંભે દરરોજ વિવિધ સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રના આગેવાનો ના હસ્તે આરતી ઉતારવામાં આવશે.
વિવિધ સમિતિઓની રચના કરવામાં આવેલ પાસની કિંમત જેન્ટસ રૂા.પ૦૦, લેડીઝ ૪૦૦ રૂા. ૭ વર્ષથી ઉપરના બાળકો માટે રૂા.૩૦૦ ફી રાખવામાં આવી છે. (૧) નાગર બ્રાહ્મણ બોર્ડિગ વિરાણી ચોક, (ર) હિરેન વ્યાસી, જીવરાજ નગરી મેઇન રોડ, રેઇન્બો માર્કેટીંગ, દુકાન નં. ૯, અંબીકા ટાઉનશીપ, (૩) કશ્યપ ભટ્ટ સોમનાથ પબ્લિસીટી ગુરૂપ્રસાદ ચોક, ગોંડલ રોડ, (૪) રાજાભાઇ ભટ્ટ ગુંદાવાડી (પ) ઉમંગ ભટ્ટ રૈયા ચોકડી, ૧પ૦ ફુટ રીંગરોડ (૬) જય જાની માલવિયા પોલીસ ચોકી પાસે, માલવિયા મેઇન રોડ(૭) ધર્મેશ જોષી, રાજકવર મોબાઇલ ,લીમડા ચોક(૮) પ્રશાંત રાજયગુરૂ દ્વારકાધીશ એપાર્ટમેન્ટ, શીતલ પાર્ક, (૯) કશ્યપ ઠાકર, ગોકુલ કોમ્પલેક્ષ, જુની કોર્ટ, મોચી બજાર, (૧૦) વિમલ દવે, હુડકો પોલીસ ચોકી, (૧૧) સમીર જોષી, રેલનગર સહિતના સ્થળેથી પાસ મેળવી લેવા.
તસ્વીરમાં સંસ્થાના આગેવાનોઃ કિરણબેન જોષી, પ્રતિમાબેન, મયુરીબેન પુરોહીત, પ્રતિકભાઇ બલભદ્ર, રાજાભાઇ ભટ્ટ, ધર્મેશભાઇ જોષી, તપનભાઇ જોષી, મહેન્દ્રભાઇ પંડયા નજરે પડે છે
(3:00 PM IST)










