<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

હનુમાન મઢીથી રૈયા ચોકડી વિસ્‍તારનો રસ્‍તો ચકાચક બનશે

મેયર નયનાબેન પેઢડીયાના હસ્‍તે ખાતમુહૂર્ત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૦માં પુષ્‍કરધામ રોડ ખાતે ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત આજ તા.૧૧ ગુરૂવારના રોજ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના હસ્‍તે કરવામાં આવ્‍યું.  આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, નરેન્‍દ્રસિંહ વાઘેલા, જ્‍યોત્‍સનાબેન ટીલાળા, રાજકોટ શહેર ભાજપ મંત્રી હરેશભાઈ કાનાણી, પ્રભારી રઘુભાઈ ધોળકિયા, વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, મહામંત્રી મનિષભાઈ ડેડકીયા, આનંદભાઈ જોશી, મેહુલભાઈ નથવાણી, રત્‍નદિપસિંહ જાડેજા, મહેન્‍દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, શિક્ષણ સમિતિ સભ્‍ય સંગીતાબેન છાયા, મયુરીબેન ભાલાળા, સંગીતાબેન ચૌહાણ, રજનીભાઈ ગોલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:21 PM IST)