<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

પુષ્‍કરધામ રોડ ટનાટન બનશે : ડામર રી-કાર્પેટનું ખાતમુહૂર્ત

 

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૦માં પુષ્‍કરધામ રોડ ખાતે ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત આજ તા.૧૧ ગુરૂવારના રોજ મેયર નયનાબેન પેઢડીયાના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, નરેન્‍દ્રસિંહ વાઘેલા, જ્‍યોત્‍સનાબેન ટીલાળા, રાજકોટ શહેર ભાજપ મંત્રી હરેશભાઈ કાનાણી, પ્રભારી રઘુભાઈ ધોળકિયા, વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, મહામંત્રી મનિષભાઈ ડેડકીયા, મેહુલભાઈ નથવાણી, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, શિક્ષણ સમિતિ સભ્‍ય સંગીતાબેન છાયા, મયુરીબેન ભાલાળા, સંગીતાબેન ચૌહાણ, રજનીભાઇ ગોલ વગેરે ઉપસ્‍થિત રહેલ હતા.

(3:32 PM IST)