<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજાના ર વર્ષના કાર્યકાળમાં વિકાસના કામોની હારમાળા સર્જાઇ

શહેરના સર્વાંગી વિકાસ ઉપરાંત વોર્ડ નં. ૩ના નવા ભળેલ વિસ્‍તારોના વિકાસ માટે સતત પ્રયત્‍નશીલ રહેલા ડેપ્‍યુટી મેયરની પ્રતિબધ્‍ધતાઃ નાગરિકોને નવો કોમ્‍યુનીટી હોલ, નવી વોર્ડ ઓફીસ, લાયબ્રેરી, આરોગ્‍ય કેન્‍દ્ર, સ્‍વીમિંગ પુલ, ગાર્ડન સહિતના અનેક સુવિધાયુકત પ્રોજેકટસની ભેટ

 રાજકોટ, તા., ૧૧ : રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્‍યુટી મેયર અને વોર્ડ નં.૩ના કોર્પોરેટર શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજાએ તેમના ૨ વર્ષના સફળ કાર્યકાળ દરમિયાન શહેરના સર્વાંગી વિકાસ અને ખાસ કરીને નવા ભળેલા વિસ્‍તારોમાં અનેક લોકઉપયોગી કામોની હારમાળા સર્જી છે. ૧૨ સપ્‍ટેમ્‍બર ૨૦૨૩થી કાર્યભાર સંભાળ્‍યા બાદ તેઓ સતત લોકોની વચ્‍ચે રહીને તેમના નાનામાં નાના પ્રશ્નોનું હકારાત્‍મક નિરાકરણ લાવવા પ્રયત્‍નશીલ રહ્યા છે. તેમની પ્રતિબદ્ધતાના પરિણામ સ્‍વરૂપે નાગરિકોને અનેક નવી સુવિધાઓની ભેટ મળી છે.

નવા વિસ્‍તારોનો વિકાસઃ માળખાકીય સુવિધાઓની ભેટઃ  શ્રી જાડેજાના કાર્યકાળમાં રાજકોટ મહાનગરપાલિકાના નવા ભળેલા વિસ્‍તારો, જેમાં માધાપર મુખ્‍ય છે, ત્‍યાં માળખાકીય સુવિધાઓનો ઉમેરો થયો છે. આ વિકાસકાર્યોમાં નીચે મુજબના પ્રોજેક્‍ટ્‍સનો સમાવેશ થાય છે.

પાણી અને ડ્રેનેજ લાઈન

    અમળત મિશન ૨.૦ યોજના અંતર્ગત રૂ. ૨૦.૬૪ કરોડના ખર્ચે માધાપર સહિતના વિસ્‍તારોમાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી.

    રૂ. ૮.૨૬ કરોડના ખર્ચે માધાપર જંકશનથી ઉત્તર, પૂર્વ અને દક્ષિણ તરફ ડ્રેનેજ લાઈન નાખવાનું કામ.

    રૂ. ૭.૫૬ કરોડના ખર્ચે અમળત ૨.૦ અંતર્ગત રૈયાધાર ઈ.એસ.આર.થી ડી.આઈ. પાઈપ લાઈન અને રિસ્‍ટોરેશનનું કામ.

    ૧૫૦ ફૂટ રિંગ રોડ માધાપર સર્કલ પાસે રૂ. ૪.૪૦ કરોડ (પાર્ટ-૧), રૂ. ૪.૩૭ કરોડ (પાર્ટ-૪), રૂ. ૨.૭૪ કરોડ (પાર્ટ-૨/બી) અને રૂ. ૨.૧૭ કરોડ (પાર્ટ-૨/એ)ના ખર્ચે ડ્રેનેજ પાઈપ લાઈન, હાઉસ કનેક્‍શન ચેમ્‍બર અને રોડ રિસ્‍ટોરેશનના કામો.

    રૂ. ૧૩.૬૦ લાખના ખર્ચે પરસાણાનગર શેરી નં.૧માં પાઈપ ગટર નાખવાનું કામ.

    રૂ. ૨૧.૩૪ લાખના ખર્ચે માધાપર સ્‍મશાનના રસ્‍તા પર જૂનું પાઈપ કલ્‍વર્ટ દૂર કરી નવું બનાવવાનું કામ.

નવા કેન્‍દ્રો અને ઓફિસો

    રૂ. ૧૪ કરોડના ખર્ચે નવું આરોગ્‍ય કેન્‍દ્ર બનાવવાનું કામ.

    રૂ. ૩.૮૨ કરોડના ખર્ચે માધાપર ગામના હયાત સ્‍મશાનને વિદ્યુત સ્‍મશાન તરીકે વિકસાવવાનું કામ.

    વોર્ડ નં.૦૩માં રૂ. ૫૫ લાખના ખર્ચે વોર્ડ ઓફિસ ૩/ડ અને રૂ. ૮૩ લાખના ખર્ચે વોર્ડ ઓફિસ ૩/કનું નિર્માણ.

    રૂ. ૧.૨૨ કરોડના ખર્ચે બેડીનાકા ખાતે ડેનેજ મિકેનિકલ અને રૂ. ૩૦.૫૯ લાખના ખર્ચે સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટની નવી વોર્ડ ઓફિસ બનાવવાનું કામ.

શહેરના મુખ્‍ય

વિકાસલક્ષી પ્રોજેક્‍ટ્‍સ

રસ્‍તા અને બગીચા

  રૂ. ૫૭ લાખના ખર્ચે રેલનગર અંડરબ્રિજનું રિનોવેશન.

 રૂ. ૯૦.૪૪ લાખના ખર્ચે રેલનગર મેઈન રોડ ટી.પી. સ્‍કીમ ૧૯માં નવો બગીચો બનાવવાનું કામ.

  રેલનગર ઈ.એસ.આર.થી સાધુવાસવાણી કુંજ રોડ સુધી રૂ. ૭૫.૧૩ લાખના ખર્ચે ફૂટપાથ અને રૂ. ૧૭.૫૩ લાખના ખર્ચે ફલાવર બેડ ટાઈપ ડિવાઈડર બનાવવાનું કામ.

  રેલનગર અને માધાપરના વિસ્‍તારોમાં રૂ. ૩.૭૦ કરોડના ખર્ચે ટી.પી. રોડ મેટલિંગ અને રૂ. ૮૦.૬૪ લાખના ખર્ચે રસ્‍તાઓને મેટલિંગ કરવાના કામો.

 મહાદેવ પાર્ક અને સનરાઈઝ સ્‍કૂલ પાછળના રોડ પર રૂ. ૧.૧૧ કરોડના ખર્ચે ડામર પેવર કરવાનું કામ.

એઈમ્‍સ હોસ્‍પિટલ રોડ પર રૂ. ૩૮ લાખના ખર્ચે સેન્‍ટ્રલ લાઈટિંગ નાખવાનું કામ.

અન્‍ય સુવિધાઓ

    રૂ. ૪૧.૪૫ લાખના ખર્ચે પોપટપરા સ્‍મશાનની જૂની કમ્‍પાઉન્‍ડ વોલ દૂર કરી નવી બનાવવાનું કામ.

  રૂ. ૫૯.૬૬ લાખના ખર્ચે ટી.પી. સ્‍કીમના પ્‍લોટમાં કમ્‍પાઉન્‍ડ વોલ બનાવવાનું કામ.

  શહેરમાં ૧૧૯ ઈલેક્‍ટ્રિક બસ અને ૧૦૦ સીએનજી બસ કાર્યરત છે.

સામાજિક અને

સેવાકીય પ્રવળત્તિઓ

શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજાએ જાહેર પ્રશ્નોના નિરાકરણ ઉપરાંત અનેક સેવાકીય પ્રવળત્તિઓ પણ કરી છે.

 લોકપ્રશ્નોનું નિવારણ

ઈશ્વરીયા ગામની નદીમાંથી ગાંડી વેલ કાઢવાની કામગીરી.

 ટ્રાફિકની સમસ્‍યા દૂર કરવા માટે જુદા જુદા માર્ગો પર રેડિયમ રિફ્‌લેક્‍ટર બોર્ડ મુકાયા.

 કોઠી કમ્‍પાઉન્‍ડ અને માધાપર વિસ્‍તારમાં પાણીના ટેન્‍કરો તાત્‍કાલિક ચાલુ કરાવ્‍યા.

  વિવિધ બગીચા, મંદિરો અને હોસ્‍પિટલોમાં બેસવા માટે બાંકડા મુકાવ્‍યા.

 સતત વરસાદથી થયેલી હાલાકી નિવારવા માટે ફિલ્‍ડમાં રહીને ફૂડ પેકેટ અને આશ્રયસ્‍થાનોમાં શિફિંટગ કરાવ્‍યું.

અંતમાં,  જાડેજાએ તેમના ૨ વર્ષના કાર્યકાળને સફળ બનાવવામાં સહકાર આપવા બદલ દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્‍યક્ષ સી.આર. પાટીલ, કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, સાંસદો પરસોત્તમભાઈ રૂપાલા અને રામભાઈ મોકરિયા, ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, ધારાસભ્‍યો ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, તમામ કોર્પોરેટરો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, મીડિયા પ્રતિનિધિઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને રાજકોટ શહેરના તમામ નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કર્યો હતો. તેમણે ભવિષ્‍યમાં પણ લોકોપયોગી કાર્યો માટે સતત પ્રયત્‍નશીલ રહેવાની ખાતરી આપી હતી. (મો. ૯૮રપર ૧૦૪૭૬) (૪.૧૩)

જન્‍મદિવસની સેવાકાર્યો થકી ઉજવણી

તા. ૨૫ મે ૨૦૨૫ના રોજ પોતાના જન્‍મદિવસ નિમિત્તે શ્રી એન.પી.જાડેજા ફેમિલી ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા આયોજિત મહારક્‍તદાન કેમ્‍પમાં ૭૦૦૦થી વધુ બોટલ રક્‍તનું દાન કરવામાં આવ્‍યું.

આ રક્‍ત થેલેસેમિયા ગ્રસ્‍ત બાળકો અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આપવામાં આવ્‍યું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એઈમ્‍સ હોસ્‍પિટલ અને સિવિલ હોસ્‍પિટલની ટીમ, ડો. જયેશભાઈ ડોબરિયા અને ડો. પ્રફુલ કમાણી સહિતની ડોકટર ટીમ પણ હાજર રહી હતી.

 આ ટ્રસ્‍ટ દ્વારા ગૌશાળાના સંચાલનમાં પણ યોગદાન આપવામાં આવે છે.(૪.૧૩)

યશસ્‍વી ઝળહળતી કારકિર્દી

નરેન્‍દ્રસિંહ જાડેજાની કારકિર્દીની સફર પણ નોંધપાત્ર રહી છે. તેઓ ૨૦૦૫થી ૨૦૦૮ સુધી રાજકોટ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ, ૨૦૦૫થી ૨૦૧૦ સુધી રાજકોટ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ, અને ૨૦૧૨-૧૩માં રાજકોટ જિલ્લા ભાજપમાં કારોબારી સભ્‍ય તરીકે સેવા આપી ચૂકયા છે. ૨૦૨૧ની સામાન્‍ય ચૂંટણીમાં તેઓ વોર્ડ નં.૩ના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. 

(3:37 PM IST)