<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

દિવાળી બાદ ચૂંટણી પંચની રાજકોટ શહેર-જીલ્લામાં ખાસ SIR ઝુંબેશઃ બપોર બાદ રાજયના સીઇઓની વીસી

બૂથ લેવલ ઓફીસરો ઘરે-ઘરે મતદારયાદીનું ચેકીંગ કરશેઃ તાલીમ શેડયુલ હવે જાહેર થશે

રાજકોટ, તા. ૧રઃ દિવાળી પછી કે કેન્‍દ્રીય ચૂંટણી પંચ આખા દેશમાં મતદારયાદી સંદર્ભે એકી સાથે SIR એટલે કે સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટીંગેશન રિપોર્ટ લાવી રહ્યું છે આ સંદર્ભે તમામ રાજ્‍યને તૈયારીઓ કરી લેવા આદેશો થયા છે.

દરમિયાન આ SIR અંગે આજે રાજ્‍યના મુખ્‍ય ચૂંટણી અધિકારી શ્રી હારિત શુકલાએ રાજકોટ સહિત રાજ્‍યભરના જિલ્લાઓના ચૂંટણીના નાયબ કલેક્‍ટરો તથા એડિશનલ કલેકટરો સાથે ખાસ વીસી યોજી છે. જેમાં આવી રહેલ એસઆઇઆર  અંગે તમામ પ્રકારની તાલીમ તેમજ તે અંગેનું શેડયૂલ બાબતે ખાસ માર્ગદર્શન પાસે આ આવી રહેલા કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના ૨૨૬૦ બુથ લેવલ ઓફિસરો ઘરે ઘરે જઈ સંભવત દિવાળી બાદ મતદાર યાદીનું ચેકિંગ કરશે જેમનું નામ હશે મતદાર યાદીમાં અને વ્‍યક્‍તિ હયાત હશે તો તે રહેશે અથવા તો જેમનું જેમનું નામ હશે અને વ્‍યક્‍તિ હયાત નહી હોય અથવા તો ટ્રાન્‍સફર થઈ ગયા હશે તો તેમનું નામ કમી કરવા અંગે જે તે મામલતદાર અને ડે. કલેકટરને રિપોર્ટ કરશે અને ત્‍યારબાદ જે તે પ્રાંત અધિકારી દ્વારા કલેક્‍ટરને રિપોર્ટ કરાશે અને પછી કલેકટર દ્વારા ફાઈનલ મતદાર યાદી અંગે ચૂંટણી પંચને પણ જાણ કરાશે.

દરમિયાન અગાઉ ૧૨૫૦ વધુ મતદારો નહીં તે નિયમ ચૂંટણી પંચે જાહેર કર્યો છે તે જોતાં રાજકોટ શહેર જિલ્લામાં  ૬૫૦ સુધી ૭૦૦ મતદાન મથકો આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં વધે તેવી શકયતા છે જે અંગેનો રિપોર્ટ કલેક્‍ટરે તાજેતરમાં ચૂંટણી પચને ફાળવી દીધાનું બહાર આવ્‍યું છે.

(2:40 PM IST)