<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

હિન્‍દી ફિલ્‍મી ગીતોનો અનોખો કાર્યક્રમ ‘હેલ્લો જીંદગી'

ચંદ્રકાંત બાક્ષી સાહિત્‍ય વર્તુળ દ્વારા કરાઓકેના થીમ બેઝ ઉપર સોમવારે યોજાશે નિઃશૂલ્‍ક કાર્યક્રમ

રાજકોટઃ શ્રી ચંદ્રકાંત બક્ષી સાહિત્‍ય વર્તુળ, રાજકોટ પ્રેરીત અને હરનેશ સોલંકી તથા આર. ડી. વ્‍યાસ મ્‍યુઝીક ગ્રુપ) પ્રસ્‍તુત હિન્‍દી ફિલ્‍મોનાં જીંદગીનાં વિવિધ મેઘધનુષી રંગો દર્શાવતા કરાઓકે ગીતોનો થીમ બેઝ કાર્યક્રમ ‘‘હેલ્‍લો જીંદગી'' તા.૧૫ને સોમવારનાં રોજ રાત્રીના ૯:૦૦ કલાકે બેન્‍કર્સ કલબનાં પ્રથમ માળે આવેલ એ.સી. હોલ ખાતે સંગીતમય આયોજન કરાયેલ છે.

આ ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં લેખક અને હિન્‍દી ફિલ્‍મોના એનસાઈકલોપીડીયા કહેવાતા અને નિવૃત આસી. સે.ટે. કમીશ્નર આર.પી. જોષી જીંદગીના ગીતો વિશે સૂત્રધાર તરીકે માહિતી આપશે અને આર.ડી. વ્‍યાસ, સીમાબેન વ્‍યાસ, પરેશ જાની, ભરત શુકલ, રવિન દવે, મહેશ મહેતા, એ.રફી, નારણભાઈ આહિર, વિજય કિશોર, તૃપ્તિબેન દવે, કલ્‍પનાબેન ગોસ્‍વામી, ઇન્‍ટરનેશનલ આર્ટીસ્‍ટ દિપક ચાવડા સંગીતમય સફર કરાવશે તથા રાજકોટના રાજકપુર ઉમેશ રાવ સરપ્રાઇઝ આઇટમ પ્રસ્‍તુત કરશે.

કાર્યક્રમની પરિકલ્‍પનાં અને પ્રસ્‍તુતિ હરનેસ સોલંકી તથા સહ પ્રસ્‍તુતકર્તા આર.ડી. વ્‍યાસ છે, ડીઝીટલ ક્રિએટર સીમાબેન વ્‍યાસ અને સાઉન્‍ડ ડી.જે. તુષાર સંભાળી રહયા છે.

કાર્યક્રમ અંગે  રણજીતભાઈ પઢીયાર, રસિકભાઈ વડગામા અને નારણભાઈ આહિર વિશેષ માર્ગદર્શક રહેલ. કાર્યક્રમને સફળ બનવવા ધનજીભાઇ પારખીયા, પ્રદિપભાઈ માલાણી, અરવિંદભાઈ ચૌહાણ, કિશોરભાઈ રાઠોડ, પ્રવિણભાઈ પરમાર, અનીલભાઈ બારડ, નરેન્‍દ્રભાઈ બારૈયા, હકાભાઈ ચૌહાણ અને હરેશભાઈ રાઠોડ, તો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નટવર આહલપરા, ધર્મેન્‍દ્રસિંહ રાઠોડ, ભરતભાઈ સુરેલીયા, જયપાલસિંહ ઝાલા (શકિત એજયુકેશન), મનસુખભાઈ મકવાણા, ભુપેન્‍દ્રભાઈ જસાણી, મુકેશભાઈ ચૌહાણ, વિગેરે જહેમત ઉઠાવી રહેલ છે.

કાર્યક્રમ નિઃશૂલ્‍ક હોય સંગીતપ્રેમીઓને આમંત્રણ અપાયું છે.

તસ્‍વીરમાં હરનેશ સોલંકી, આર.પી.જોષી, ભરત સુરેલીયા, ધર્મેન્‍દ્રકુમાર રાઠોડ, આર.ડી.વ્‍યાસ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(2:04 PM IST)