News of Friday, 12th September 2025
સ્વ. કરશનભાઇ વાઘેલા ટાઉનશીપ (આવાસ)ના હોદેદારોઃ પટેલ તરીકે કિરીટભાઇ વાઘેલાઃ પ્રમુખ રાજેશ સોલંકી

રાજકોટઃ જામનગર રોડ પર આવેલ સ્વ. કરશનભાઈ વાઘેલા ટાઉનશીપમાં સમાજની પંચ કમીટીની રચના કરવામાં આવી છે. જેમાં પટેલ તરીકે કીરીટભાઈ કરશનભાઈ વાઘેલા કે જેઓ પૂર્વ કોર્પોરેટર અને વાલ્મીકી સમાજના પીઢ અગ્રણી સ્વ. કરશનભાઈ વાઘેલાના પુત્ર છે
જયારે પ્રમુખ તરીકે રાજેશભાઈ તુલસીભાઈ સોલંકીની વરણી કરવામાં આવેલ, અધ્યક્ષ તરીકે સંતશ્રી અનિલબાપુ, ઉપપ્રમુખ ભાવિનબાઈ સોલંકી, મહામંત્રીઓ જીતેન્દ્રભાઈ બારૈયા, વિકીભાઈ ગોહિલ, મંત્રી વિપુલભાઈ, અલ્પેશભાઇ ગોરી, ખજાનચી સંજયભાઈ ચૌહાણ, કાર્યાલય મંત્રી ભરતભાઈ રાઠોડની નિમણુંક કરવામાં આવી છે.
વધુ વિગતો માટે મો. ૯૦૯૯૦ ૧૦૯૦૯ ઉપર સંપર્ક કરવો.
આ નિમણૂક વખતે વાલ્મીકી સમાજના પ્રમુખ મુકેશભાઈ પરમાર, અજયભાઈ વાઘેલા, યતિનભાઈ વાઘેલા તથા ટાઉનશીપના મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેલ.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વાલ્મીકી સમાજના કિરીટભાઇ વાઘેલા રાજેશભાઇ સોલંકી, દિનેશભાઈ ગોહિલ, ગીરધરભાઈ વાઘેલા, વિશાલભાઈ ઘાવરી, પ્રવિણભાઈ સોઢા, જલ્પેશભાઈ વાઘેલા વિ. નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:04 PM IST)










