<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

દાદાનું અવસાન થતાં ફેસબૂકમાં મુકેલી સ્‍ટોરીમાં હાસ્‍યની ઇમોજી મુકનારને ઠપકો દેતાં પ્રિન્‍સને છરીનો ઘા ઝીંકાયો

સોરઠીયાવાડી પાસે પટેલનગરમાં બનાવઃ આજે તો મારી જ નાખવો છે કહી મુળ બિહારના બિપીન અને બ્રિજેશ ગોૈડ તૂટી પડયાઃ ભક્‍તિનગર પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૨: સોરઠીયાવાડી પાસે પટેલનગરમાં કારખાનામાં કામ કરતાં અને ઓરડીમાં રહેતાં મુળ બિહારના યુવાન પર તેના જ ગામના બે શખ્‍સોએ આજે તો તને મારી જ નાખવો છે કહી હુમલો કરી પીઠમાં છરી ભોંકી દેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટમલાં દાખલ કરવામાં આવ્‍યો છે. આ યુવાનના દાદા ગુજરી ગયા ત્‍યારે તેણે ફેસબૂકમાં ફોટા સાથે સ્‍ટોરી મુકી હોઇ તેમાં હુમલાખોરે હાસ્‍ય કરતી ઇમોજી મુકી હોઇ આ બાબતે ચાલતાં મનદુઃખને લીધે હુમલો થયો હતો.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે હુમલામાં ઘાયલ થયેલા સોરઠીયાવાડી બગીચા નજીક પટેલનગર-૨માં ગાયત્રી પાન નજીક બગીચાવાળી શેરીમાં રહેતાં મુળ બિહારના પ્રિન્‍સ અનીલભાઇ બીન (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી સોરઠીયાવાડી-૧૧માં રહેતાં મુળ બિહારના બિપીન રજીન્‍દર ગોૈડ અને બ્રિજેશ ગોૈડ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

પ્રિન્‍સ પાંચેક વર્ષથી રાજકોટ રહે છે અને પટેલનગર-૨માં આવેલા જાન્‍વી પ્રોસેસ નામના હાર્ડવેરના કારખાનામાં મજૂરી કરે છે. અહિ તે કાકા-બાપાના ચાર ભાઇઓ સાથે રહે છે. પ્રિન્‍સે જણાવ્‍યું હતું કે ચારેક મહિના પહેલા મારા દાદાજી રૂપનારાયણ બીનનું અવસાન થતાં મેં ફેસબૂકમાં મારા દાદાજીનો ફોટો મુકી શ્રધ્‍ધાંજલી આપવા સ્‍ટોરી મુકી હતી. એ દિવસે જ મારા ગામના બિપીન ગોૈડે મારી આ સ્‍ટોરીમાં હાસ્‍યવાળી ઇમોજી મુકી રિપલાય આપ્‍યો હતો. આથી મેં તેને ફોન કરી આવુ નહિ કરવા કહેતાં અમારી વચ્‍ચે બોલાચાલી થઇ હતી. હાલમાં હું રાજકોટ જ્‍યાં રહુ છું ત્‍યાં નજીકમાં જ બિપીન પણ રહે છે. અગાઉના મનદુઃખને કારણે અહિ પણ બે વખત બોલાચાલી થઇ હતી.

ગુરૂવારે રાતે સાડા બારેક વાગ્‍યેહ ું કારખાનામાં કામ કરુ છું તેની સામે રોડ પર રિક્ષામાં બેસી ફોન જોતો હતો ત્‍યાં બિપીન અને તેની સાથે અમારા જ ગામનો બ્રિજેશ  ગોૈડ આવ્‍યા હતાં. હું તેને આવતાં જોઇ રિક્ષામાંથી ઉતરી કારખાના તરફ જવા માંડયો હતો. આ વખતે બ્રિજેશે દોટ મુકી હતી અને મને પકડી લીધો હતો. બિપીને મારી પાસે આવી ‘તું શું મારી સાથે અવાર-નવાર ઝઘડો કરે છે? આજે તો મારી જ નાંખવો છે' કહી પીઠમાં ડાબી બાજુએ મને છરીનો ઘા મારી દીધો હતો. મેં દેકારો મચાવતા રાડારાડી કરતાં કારખાનામાંથી મારા મિત્ર અને કુટુંબી ભાઇઓ દોડી આવતાં આ બંને ભાગી ગયા હતાં. મને રિક્ષામાં બેસાડી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. તેમ વધુમાં પ્રિન્‍સે કહેતાં હેડકોન્‍સ. જયેશભાઇ ચોૈહાણે ગુનો દાખલ કર્યો હતો. (૧૪.૮)

વિંછીયા પંથકની સગીરાના દુષ્‍કર્મના કેસમાં આરોપીના હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ, તા. ૧રઃ વિછીયાના પંથકમાં વાડી વિસ્‍તારમા રહેતા ફરીયાદી એ પોતાની સગીર વયની ૧૬ વર્ષ ૧ માસ ૨૮ દિવસની પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ થયા અંગેની ફરીયાદ રાજકોટ ગ્રામ્‍યના જસદણ પોલીસ સ્‍ટેશનમાં બી.એન.એસ. ની કલમ ૮૭,૧૩૭(૨), ૬૪(૨)(એમ), ૬૫(૧) અને પોકસો એકટની કલમ૬ મુજબની ફરીયાદ જસદણ પોલીસ સ્‍ટેશનમાં નોંઘાવેલી હતી. જે કામે આ કામના આરોપી હરેશભાઈ ભાવસીંગભાઈ સોલંકીની પોલીસ દ્વારા તા.૦૬/૦૪/૨૦૨૫ ના રોજ ઘરપકડ કરવામા આવેલ અને કોર્ટ સમક્ષ રજું કરતા તેને તે દિવસથી જેલ હવાલે કરવામાં આવેલો જેને ગુજરાત હાઈકોર્ટ ધ્‍વારા જામીન ઉપર મુક્‍ત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામના વિછીયા પંથકમના વાડી વિસ્‍તારના રહેવાસી એવા ભોગ બનનારના પિતાએ ગત તારીખ ૦૧/૦૪/૨૦૨૫ ના રોજ રાજકોટ ગ્રામ્‍યના જસદણ પોલીસ સ્‍ટેશનમાં પોતાની ૧૬ વર્ષ ૧ માસ ૨૮ દિવસની સગીર પુત્રી ને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી જવા અંગેની બી.એન.એસ.ની કલમ ૮૭,૧૩૭(૨) મુજબની ફરીયાદ આપેલ હતી. જેના અનુસંઘાને રાજકોટ ગ્રામ્‍યના જસદણ પોલીસ દ્વારા તારીખ ૦૬/૦૪/૨૦૨૫ ના રોજ આ કામના આરોપી હરેશભાઈ ભાવસીંગભાઈ સોલંકીને પકડી પાડી અને આરોપીને રાજકોટના સ્‍પેશ્‍યલ પોકસો કોર્ટમાં રજુ કરતા આરોપી વિરૂધ્‍ધ બી.એન.એસ.ની કલમ ૬૪(૨)(એમ), ૬૫(૧) અને પોકસો એકટ ની કલમ ૬ નો ઉમેરે કરવામાં આવેલ અને આરોપીને રાજકોટના સ્‍પે. પોકસો જજ સાહેબે ન્‍યાયીક હીરાસતમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો. આરોપી હરેશભાઈ ભાવસીંગભાઈ સોલંકી વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્‍યાનમા લઈ ગુજરાત હાઈકોર્ટે આ કામના આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમા આરોપીઓ વતી એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, યોગેશ એ. જાદવ, વિરલ ચૌહાણ તેમજ મદદનિશમા અભય ચાવડા, વિક્રમ કીહલા તેમજ ગુજરાત હાઈકોર્ટમાં મેહુલ એસ.પાડલીયા રોકાયેલ હતા.

(2:10 PM IST)