<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

માલવીયા ફાટક પાસે ટ્રેન હેઠળ કપાઇ જતા અજાણ્‍યા યુવાનનું મોત

યુવાનના જમણા હાથ પર ધર્મેશ ત્રોફાવેલુ છેઃ માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા.૧૨: માલવીયા ફાટક પાસે ટ્રેન હેઠળ કપાઇ જતા એક અજાણ્‍યા યુવાનનું મોત નિપજ્‍યું છે.

મળતી વિગત મુજબ માલવીયા ફાટક પાસે મોડી રાત્રે આશરે ૩૫ વર્ષનો અજાણ્‍યો યુવાન ટ્રેનની હડફેટે આવી જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસ લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ મારફતે યુવાનને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનુ સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યું હતું. બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ. પી.વી. ડોડીયા તથા રાઇટર આનંદભાઇ સહિતે હોસ્‍પિટલે પહોંચી તપાસ હાથધરી છે. મૃતક યુવાનના જમણા હાથ પર ધર્મેશ ત્રોફાવેલ છે. જો કોઇ આ યુવાનના સગાસબંધી હોય તો માલવીયાનગર પોલીસ સ્‍ટેશન ફોન નંબર ૬૩૫૯૬ ૨૯૯૦૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(2:10 PM IST)