News of Friday, 12th September 2025
વાવડીના શો રૂમમાં બેભાન થઇ જતાં ૩૯ વર્ષના ધવલભાઇ સોલંકીનું મોત
પુષ્કરધામના પરિવારે એકનો એક આધારસ્તંભ ગુભાવતાં ગમગીની

રાજકોટ તા. ૧૨: પુષ્કરધામ સોસાયટીમાં રહેતાં ધવલભાઇ પ્રવિણભાઇ સોલંકી (ઉ.વ.૩૯) નામનો યુવાન સવારે વાવડી જય ગણેશ ટાટા શો રૂમ ખાતે હતો ત્યારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયલ. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.
ધવલભાઇ બે બહેનના એકના એક નાના ભાઇ હતાં અને અપરિણીત હતાં. તે શો રૂમમાં નોકરી કરતાં હતાં. મોતનું કારણ જાણવા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. બનાવને પગલે પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. (૧૪.૧૨)
(2:43 PM IST)










