<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

રામાનંદી સાધુ સમાજ માટે શનિવારે એક દિવસીય રાસોત્‍સવ

શીતલ પાર્ક પાસેના મેદાનમાં આયોજન : એક લાખ મેગા વોટ સાઉન્‍ડ સીસ્‍ટમ : બેસ્‍ટ પફોર્મ કરનારને ઇનામોથી નવાજાશે

રાજકોટ તા. ૧૨ : સમસ્‍ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા જ્ઞાતિજનો માટે તા. ૨૦ ના શનિવારે સાંજે ૭ વાગ્‍યાથી એક દિવસીય સનાતન નવરાત્રી મહોત્‍સવનું શીતલપાર્ક ચોકડી, આર.કે. વર્લ્‍ડ ટાવર પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમસ્‍ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્‍ટના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે સનાતન હિન્‍દુ પરંપરા જળવાય તેની પૂર્ણ તકેદારી રાખાશે. સંતો મહંતો, રાજકીય આગેવાનો અને સમાજ શ્રેષ્‍ઠીઓની ઉપસ્‍થિતીમાં આ એક દિવસીય રાસોત્‍સવ ખુલ્લો મુકાશે. સાડા છ હજાર લોકો એક સાથે રમી શકે તેવા વિશાળ લોનવાળા મેદાનમાં એક લાખ મેગા વોટ સાઉન્‍ડ સીસ્‍ટમ ગોઠવવામાં આવશે. સી.સી.ટી.વી. કેમેરાથી સજજડ સુરક્ષા ગોઠવાશે. આકર્ષક ડેકોરેશન અને ડીઝીટલ લાઇટીંગથી માહોલ ઝળહળી ઉઠશે.

રામાનંદી નવરાત્રી મહોત્‍સવ-૨૦૨પ માં ભાગ લેવા સમસ્‍ત જ્ઞાતિજનોએ આહવાન કરાયો છે. આ માટે પાસ વ્‍યવસ્‍થા ફરજીયાત છે. વિનામુલ્‍યે અપાશે. નામ નોંધાવી રજીસ્‍ટ્રેશન કરાવવા મો.૯૭૨૬૯ ૫૫૫૦૪ ઉપર સંપર્ક કરવા અથવા કાર્યાલય ધરતી મેડીકલ સ્‍ટોરની બાજુમાં, મનહર પ્‍લોટ-૮ના ખુણે, વિદ્યાનગર મેઇન રોડ ખાતે રૂબરૂ સંપર્ક કરવાથી વિનામુલ્‍યે પાસ માત્ર જ્ઞાતિજનોને જ અપાશે.

આ કાર્યાલયનું ઉદ્દઘાટન આજે તા.૧૨ના સાંજે પ વાગ્‍યે સમાજ શ્રેષ્‍ઠીઓના હસ્‍તે કરાશે. સમસ્‍ત રામાનંદી સાધુ સમાજને ઉપસ્‍થિત રહેવા પ્રમુખ રવિરાજભાઇ રામાવત દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવાયુ છે.

રાસોત્‍સવમાં પ્રવેશ સમયે આધારકાર્ડ ખાસ ચેક કરાશે. એટલે પાસ સાથે આધાર કાર્ડ સાથે રાખવા નમ્ર અપીલ કરાઇ છે. રાસોત્‍સવમાં ખેલૈયાઓમાંથી વેલ પ્‍લેડ તથા વેલડ્રેસ ભાઇઓ અને બહેનોમાં અલગ અલગ કેટેગરીમાં પ્રથમ, દ્વીતીય, તૃતિય વિજેતાઓને ઇનામ, મોમેન્‍ટો અને ગીફટ આપી પ્રોત્‍સાહીત કરાશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમસ્‍ત રામાનંદી યુવા સમાજના પ્રમુખ રવિરાજભાઇ રામાવતની આગેવાની હેઠળ વિવેકભાઇ નિમાવત, જયદીપભાઇ નિમ્‍બાર્ક, દેવાંગભાઇ નિમાવત, જયદીપભાઇ દેવમુરારી, અલ્‍પેશભાઇ અગ્રાવત, કરણરાજ કુબાવત, અજયભાઇ દેવમુરારી, વિમલભાઇ કીલજી, મયંકભાઇ રામાવત, અનંતભાઇ નેનુજી, જીજ્ઞેશ રામાવત, ચંદ્રકાન્‍તભાઇ લશ્‍કરી, હસમખુભાઇ દેવમુરારી, રેનીશભાઇ દેવમુરારી, તુષારભાઇ અગ્રાવત સહીતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમસ્‍ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્‍ટના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(3:14 PM IST)