<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

સામાકાંઠેના ૬ વોર્ડના રસ્‍તાઓ ૬૬.પ૭ કરોડના ખર્ચે ટનાટન બનશે

સોમવારે સ્‍ટેન્‍ડિંગ કમિટી બેઠકઃ ૩૩ દરખાસ્‍ત : રેસકોર્સ સંકુલ તથા મવડી ઇન્‍ડોર સ્‍ટેડિયમમાં વિવિધ રમતોના ભાવ અને સમયમાં ફેરફાર કરવા, શાળા નં. પ૧ નવી બનાવવા તથા કનક રોડ ફાયર સ્‍ટેશન ૧૦.૬૪ કરોડના ખર્ચે નવનિર્મિત કરવા સહિતના વિકાસ કામો અંગે થશે નિર્ણય

 

રાજકોટ તા.૧૨ :..  સોમવારે મળનાર સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં સામાકાંઠેના  છ વોર્ડમાં નવી બનેલ સોસાયટીઓ તેમજ ચોમાસા દરમિયાન તૂટી ગયેલા રોડ  રસ્‍તાઓ મઢવા માટે રૂા.૬૬.૫૭ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં  શીતલ પાર્ક કપાત મુદ્દે વળતર આપવાની પેન્‍ડિંગ દરખાસ્‍ત, રેસકોર્સ સંકુલ અને મવડી ઇન્‍ડોર સ્‍ટેન્‍ડીયમમાં વિવિધ રમતોના દર રિવાઇન્‍ડ તથા એકેઝન સંસ્‍થા ભાડે આપવાના નિયમમાં ફેરફાર કરવા સહિતની વિકાસ કામોની ૩૩ દરખાસ્‍તો અંગે નિર્ણયથી સોમવારે સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના અધ્‍યક્ષ સ્‍થાને મળનાર બેઠકમાં ં વોર્ડ નં.૧૫માં દૂધસાગર રોડને લાગુ ડીઆઇ પાઇપલાઇન હાઉસ કનેકશન તેમજ વોર્ડ નં.૬માં મેટલીંગ કામ તથા વોર્ડનં.૫માં મનસાનગર સીસીરોડનું કામ તથા વોર્ડ નં.૧૫માં સોલીડવેસ્‍ટ કોન્‍ઝવન્‍સી માટે નવી ઓફિસ બનાવવાનુ તથા કુવાડવા રોડથી પડેક રોડ સુધીના વોકળામાં આરસીસી દિવાલ બનાવી તેમજ વોર્ડનં.૪માં જૂદી જૂદી સોસાયટીમાં ડ્રેનજ પાઇપલાઇન નાખવાનુ તથા વોટરવર્કસ વિભાગ દ્વારા જૂના વાલ્‍વ ટાવર પંમ્‍પીંગ મશીનરીનું વાર્ષિક સંચાલન તથા વોર્ડ નં.૧૫માં રાધામીરા ઇન્‍ડસ્‍ટ્રીલય એરીયામાં મેટલીંગ કામ વોર્ડ નં.૧૮માં સ્‍વાતીપાર્કમાં નવો ગ્રાર્ડન બનાવો અને તિરંગાયાત્રા કાર્યક્રમ અને યોગદિવસ કાર્યક્રમ તથા વિવિધ પ્રકલ્‍પનોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કાર્યક્રમોના ખર્ચ મંજૂર કરવા અને અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને આર્થિક તબીબી ચૂકવા સહિતની દરખાસ્‍તો અંગે નિર્ણય કરાશે.

 વોર્ડ નં.૧૪ની શાળા નં.૫૧ નવી બનાવાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્‍ટ્રોલ ઝોન વોર્ડ નં.૧૪માં આવેલ શાળા નં.૫૧ વિક્રમ સારાભાઇ ઙ્કાથમિક શાળાના જુના બિલ્‍ડિંગને તોડી પાડી આદ્યુનિક મોર્ડલ સ્‍કૂલ બનાવાની દરખાસ્‍ત  રજૂ કરવામાં આવી છે. અંદાજીત ૯૬૬ ચો.મીટર એરીયામાં ગ્રાઉન્‍ડ અને ફર્સ્‍ટ ફલોરમાં પ્રિન્‍સિપાલ રૂમ, ટીચર રૂમ મળી કુલ ૧૩ કલાસરૂમનું બાંધકામ તેમજ મધ્‍યહાન ભોજન શેડ સહિતનું બાંધકામ રૂા.૩.૧૦ કરોડના ખર્ચ કરવામાં આવશે.

મવડી અને રેસકોર્ષ ઇન્‍ડોર સ્‍ટેડિયમમાં  રિવાઇઝડ ચાર્જ

રેસકોર્ષ સંકૂલ ખાતે આવેલ ટેનિસ કોટ, બાસ્‍કેટ બોલ કોટ, જીમ, હોકી ગ્રાઉન્‍ડ, ફૂટબોલ ગ્રાઉન્‍ડ, યોગ સેન્‍ટર સહિતના સ્‍પોર્ટ્‍સ સભ્‍ય પદના ફિના દરોમાં સુધારો કરવામાં આવ્‍યો છે. જેમાં ત્રિ-માસીક અને વાર્ષિક એક બે સત્રનો ઉલ્લેખ કરાયો છે. તેવી જ રીતે મવડી ખાતે તાજેતરમાં લોકાર્પણ થયેલ ઇન્‍ડોર સ્‍ટેડિયમની વિવિધ રમત ગમતો માટેના ભાડાના દરોમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે.   (પ-રપ)

(4:04 PM IST)