<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

કરણપરાની પ્રાચીન ગરબીને દર વર્ષે મળતું ટોપટેનનું બિરૂદઃ ગરબીનો ૪૪માં વર્ષમાં પ્રવેશ

૫૪ બાળાઓ લઇ રહી છે રાસની તાલીમઃ માડી તારા અઘોર નગારા...બેડારાસ...ટીપ્‍પણી રાસ ભારે વિખ્‍યાત

રાજકોટઃ નવલા નોરતાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. શહેરમાં અનેક સ્‍થળોએ પ્રાચીન ગરબીનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્‍યું છે. બાળાઓ રાસની તાલીમ લઇ રહી છે ત્‍યારે કરણપરા ગરબી ચોક ખાતે શ્રી અંબિકા ટ્રસ્‍ટ આયોજીત ગરબીનો ૪૪માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. દર વર્ષ ટોપ ઇનસીટી પ્રથમ બિરૂદ પ્રાચીન ગરબી મેળવે છે. અત્‍યારે ૫૪ બાળાઓ ગરબી ભાગ લીધો છે. દરરોજ સાંજે ૬/૩૦ થી રાત્રીના ૧૨ સુધી પ્રેકટીસ કરાવવામાં આવે છે.

પ્રેકટીસમાં જીતુભાઇ ગોહેલ, નૈતીક  ગોહેલ, કુંશાબેન, હીરબેન ભીંડે તાલીમ આપે છે. ઢોલકમાં નૈતીક ગોહેલ કીશન મીરાણી બેન્‍જો રવિરાજ બારોટ ગાયકવૃંદ અજય આહિર, તુલસીબેન કાપડી કિરણબેન ગોંડલીયા ગાયક વૃંદ રૂષભ નાથાણી, પંકજ ડોબરીયા દ્વારકેશ ડોબરીયા સાથ આપે છે. આયોજનમાં કિરીટભાઇ પાંધી, હસુભાઇ વાઢેર, નીતીન પાંધી મનોજ પારેખ, યોગેશ ઠુંમર, દિપક ગોહેલ, રાજુ પરમાર, વિનુ પૂજાણી, દક્ષ પૂજારા, શ્‍યામ રાઠોડ, કિશન પાંધી જોડાયા છે. આ ગરબીના માડી તારા અઘોર નગારા વાગે મોગલમાંનો મેળો બેડા રાસ, ટીપ્‍પણી રાસ અવનવા ૨૫ થી વધુ રાસ નિહાળવા મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. ગરબીમાં કોઇ જાતની ફિ લેવામાં આવતી નથી. ચણીયાચોલી, નિરજ ભગદેવ, શૈલેષભાઇ પાબારી તરફથી દર વર્ષ બાળાઓને આપવામાં આવતા હોવાનું જણાવાયું છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:38 PM IST)