<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

ગુણુભાઇ ડેલાવાળાના જીવનનું નૂતન વરસ, વિતે સરસ, સરગમી સેવા વરસોવરસ...

ભોર ભી સુહાની હો, શામ ભી સુનહરી, હો ઉમ્રકી ઉંચાઇ પર સફલતા કી દોપહરી હો

રાજકોટઃ મસ્‍ત, વ્‍યસ્‍ત અને  જબરરદસ્‍ત જનસેવક  શ્રી ગુણવંતભાઇ ડેલાવાળા માટે આજની ઘડી રળિયામણી, ૭૨માં વર્ષની વધામણી... સાત સમંદર પાર સેવાની સોૈરભ ફેલાવનાર સરગમ કલબના સુપ્રીમો ગુણવંતભાઇ આજે જન્‍મદિનની શુભેચ્‍છાથી ભીંજાઇ રહયા છે.  (જન્‍મ તા.૧૩ સપ્‍ટેમ્‍બર ૧૯૫૪)

બાયપાસ પછી ગુણવંતભાઇ વયોવૃધ્‍ધની જેમ નહિ પણ ભૂતપૂર્વ નવયુવાનની જેમ પરમાર્થની પ્રવૃતિમાં પુનઃ વ્‍યસ્‍ત બની ગયા છે. તેમને બાળપણથી જ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘનો રંગ અને સેવાનો સંગ. સરગમના માધ્‍યમથી તેઓ મુકિતધામ, આરોગ્‍યધામ, ઇન્‍ડોર સ્‍ટેડીયમ, પ્‍લેનેટોરીયમ, ઇવનિંગ પોસ્‍ટ વગેરે પ૧ જેટલા સેવા પ્રકલ્‍પોનું સંચાલન કરી રહયા છે. ૧૬ હજારથી વધુ સભ્‍યો ધરાવતી ગુજરાતની સોૈથી મોટી સ્‍વૈેચ્‍છિક સંસ્‍થા હોવાનું માન સરગમ કલબને મળ્‍યું છે. હેમુગઢવી હોલનું સંચાલન તેમના કોૈશલ્‍યનો કરિશ્‍મા છે. તેઓ રૂડાના ચેરમેન તરીકે રહી ચૂકયા છે. સોૈરાષ્‍ટ્રના વૈષ્‍ણવ સમાજની વિશીષ્‍ટ પ્રતિભા  છે. ગુજરાત ફુટબોલ એશો.ના ઉપપ્રમુખ છે. ભાજપ, વિજય કોમર્શીયલ બેંક, માંેલ મર્ચન્‍ટ એશો. વગેરે સંસ્‍થાઓમાં તેમનું અદકેરૂ યોગદાન છે. શ્રી ડેલાવાળા હકારાત્‍મક વિધારધારા વાળા વ્‍યકિત છે. લાઇટ ઘડીએ-ઘડીએ જતી રહે છે તેવુ નહિ વિચારવાનું પણ લાઇટ ઘડીએ ઘડીએ આવી જાય છે તેવું વિચારવાનું. તેઓ માને છે કે સારો માણસ શોધવા જઇએ તો થાકી જઇએ પણ માણસમાં સારૂ શોધવા જઇએ તો ફાવી જઇએ.. ફુલો સાથે દોસ્‍તી કરી હોય ત્‍યારે ‘કાંટા' ગમતા કરી લેવા જોઇએ. સદા એક હી રૂખ નહિ નાવ ચલતી, ચલો ઉધર કો, હવા હો જીધર કી... ગુણુભાઇ એટલે જાહેર જીવનમાં વટ, સેવામાં ફાવટ અને સરગમની જમાવટ.. મો. ૯૮૨૪૦ ૪૦૮૮૯ રાજકોટ

(11:56 AM IST)