<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

રાજકોટ જિલ્લા પંચાયતના વર્તમાન પદાધિકારીઓના કાર્યકાળના બે વર્ષ પુર્ણઃ વણથંભી વિકાસયાત્રા

પ્રવિણાબેન રંગાણીના નેતૃત્‍વમાં પ્રજાલક્ષી ઉતમ કામગીરી

રાજકોટ, તા., ૧૩:   પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણીના નેતળત્‍વ હેઠળ રાજકોટ જિલ્લા પંચાયતે બે વર્ષના કાર્યકાળ દરમિયાન ગ્રામીણ વિકાસ, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, શિક્ષણ, આરોગ્‍ય, પર્યાવરણ, સ્‍વચ્‍છતા, મહિલા અને બાળ વિકાસ,સામાજિક કલ્‍યાણ, અને કળષિ અને સિંચાઈ ક્ષેત્રે નોંધપાત્ર સિધ્‍ધીઓ હાંસલ કરી છે. ઙ્કમુખશ્રીના સમર્પણ,નવીન પહેલો,અને રાજ્‍ય સરકાર,ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા પદાધિકારીઓ અને નાગરિકોના સહયોગથી જિલ્લો સમળધ્‍ધિ માર્ગે આગળ વધી રહ્યો છે.

જિલ્લા પંચાયતના સ્‍વભંડોળમાંથી સભ્‍યશ્રીઓ દ્વારા તેમના વિસ્‍તારોમાં અંદાજે રૂ. ૧૧ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર, પેવર બ્‍લોક, ચેકડેમ, કોઝવે વગેરે જેવા વિકાસ કાર્યો માટે ગ્રાન્‍ટ ફાળવવામાં આવી, જેમાં ઘણા કામો પુર્ણ થયેલ છે અને બાકીના કામો હાલ પ્રગતિ હેઠળ છે.

૧૫મા નાણાપંચ હેઠળ જિલ્લા કક્ષાએ ૧૦ ટકા લેખે રૂ. ૮.૨૩ કરોડ મંજૂર થયેલ છે જેમાં સેનિટેશન, ઘન કચરા નિકાલ માટે ટીપર વેન અને ટ્રેક્‍ટર, સોલાર રૂફટોપ, સીસીટીવી કેમેરા, અને રેઈન વોટર હાર્વેસ્‍ટિંગ જેવા વિકાસ કાર્યો માટે ગ્રાન્‍ટ ફાળવણી કરવામાં આવી, જે હાલ પ્રગતિ હેઠળ છે.

રાજકોટ જિલ્લાની તમામ ૫૯૫ ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ મંજૂર કરાયા, જેમાંથી ૧૬૩ ગ્રામ પંચાયતોમાં સોલારની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, અને બાકીની ગ્રામ પંચાયતોમાં કામ પ્રગતિ હેઠળ છે.

ગ્રામ પંચાયત વેરા વસૂલાત અંગે ચાલુ વર્ષે ૧૦ ટકા વધુ વસૂલાત થતાં, પ્રોત્‍સાહક રકમ રૂ. ૭૧ લાખથી વધીને રૂ. ૧.૭૫ કરોડ મળી છે.

ગ્રામ અસ્‍મિતા એવોર્ડ હેઠળ દરેક તાલુકામાંથી સર્વશ્રેષ્ઠ ગ્રામ પંચાયતોની પસંદગી કરી, કુલ ૧૧ સરપંચશ્રીઓ ને જિલ્લા પંચાયતની સામાન્‍ય સભામાં પ્રોત્‍સાહક રકમથી સન્‍માનિત કરવામાં આવ્‍યા.

RGSA યોજના એક્‍સપોઝર વિઝીટ અંતર્ગત  રાજકોટ જિલ્લાના  ઉપલેટા તાલુકાના જન પ્રતિનિધિઓને જામનગર જિલ્લાની સીદસર ગ્રામ પંચાયત અને રાજકોટ તાલુકાના જન પ્રતિનિધિઓને ધ્રોલ તાલુકાની વાંકિયા ગ્રામ પંચાયત ની એક દિવસીય મુલાકાત માટે  સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્‍યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્‍યશ્રીઓને એક દિવસીય તાલીમ માટે મોકલવામાં આવેલા હતા

રૂ.૩૬ કરોડના ખર્ચે ૧૪,૦૦૦ ચો. ફૂટમાં નિર્માણ થનાર સ્‍ટેટ ઓફ ધ આર્ટ જિલ્લા પંચાયત ભવનનું શિલાન્‍યાસ મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે થયું, જેનું કામ હાલ પ્રગતિ હેઠળ છે.

મરણોત્તર સહાય યોજના હેઠળ ૪૪૯ લાભાર્થીઓને નાણાકીય સહાય ચૂકવવામાં આવી.

જિલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા વર્ષ દરમિયાન તમામ તાલુકાઓમાં ૧૫૦ પશુ મેળાઓ યોજાયા, જેમાં ૮૭,૪૩૭ પશુઓને સારવાર આપવામાં આવી.

કળત્રિમ બીજદાન દ્વારા ૭,૦૦૦ પશુઓને લાભ આપવામાં આવ્‍યો.

ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, મરઘાં વગેરે સંવર્ગના કુલ ૧૭.૨૩ લાખ પશુઓમાં આનુષંગિક રસીકરણ કરવામાં આવ્‍યું.

ગત નાણાકીય વર્ષમાં તાર ફેન્‍સિંગ, સ્‍માર્ટફોન, ગોડાઉન, પાણીના ટાંકા, સોલાર પાવર યુનિટ, સનેડો, ડ્રોન દ્વારા દવા છંટકાવ વગેરે યોજનાઓ હેઠળ ૭૮,૫૪૩ ખેડૂતોને રૂ. ૫૭.૬૫ કરોડની રકમ સબસિડી સ્‍વરૂપે ચૂકવવામાં આવી.

પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના હેઠળ ૧.૦૨ લાખ ખેડૂતોને DBT દ્વારા રકમ રૂ.૨૦૦૦ ની સહાય  તેમના ખાતામાં જમા કરવામાં આવી.

ફાર્મર રજિસ્‍ટ્રી હેઠળ ઓનલાઈન પોર્ટલ પર જિલ્લાના ૨.૫૨ લાખ ખેડૂતોની નોંધણી કરવામાં આવી.

જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા ૧,૫૦,૯૮૩ OPD અને હોમિયોપેથી શાખા દ્વારા ૭૪,૬૪૧ OPD થયા, તેમજ ૩૦૬ નિદાન કેમ્‍પ દ્વારા ૧૭,૦૭૧ દર્દીઓને સારવારનો લાભ મળ્‍યો.

ગત એક વર્ષમાં રાજ્‍ય સરકાર ના સિંચાઈ વિભાગ દ્વારા ૪૫ કામો માટે રૂ. ૪૦.૯૦ કરોડ મંજૂર થયા, જેમાં ચેકડેમ રિપેરિંગ, કોઝવે નિર્માણ, પૂર સંરક્ષણ દીવાલ વગેરે કામો થકી કળષિ ક્ષેત્રનો વિકાસ થયો.

જિલ્લા પંચાયત ના શિક્ષણ વિભાગના બજેટ માં વિચરતી અને વિમુક્‍ત જાતિના કુલ ૩૮૫ વિદ્યાર્થીઓને શિષ્‍યવળતિ આપવા માટે જોગવાઈ કરેલ છે. જિલ્લામાં શાળા પ્રવેસોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ અંતર્ગત ધો.૧ મા ૪૯૭૬ બાળકો તથા બાલવાટીકામા ૧૩૫૪૧ નવા બાળકોને સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ આપવામાં આવ્‍યો.

RTE એક્‍ટ હેઠળ રાજકોટ જિલ્લા ની ખાનગી શાળાઓમાં કુલ ૧૦૬૨૯ બાળકો હાલ વિનામૂલ્‍યે અભ્‍યાસ કરી રહ્યા છે

આગામી સમયમાં જિલ્લા પંચાયત નવીન ટેકનોલોજી, ટકાઉ વિકાસ,પેપરલેસ વહીવટી તંત્ર, કળષિ અને રોજગાર, યુવા-કેન્‍દ્રિત યોજનાઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરશે.

(2:32 PM IST)