<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

રવિવારે નિઃશૂલ્ક કરાઓકે મ્યુઝીકલ નાઇટનો કાર્યક્રમ


 રાજકોટઃ ઍકટીવીટી મ્યુઝીકલ ગ્રુપ દ્વારા તા.૧૪ રવીવારે સાંજે ૮ વાગ્યાથી હેમુ ગઢવી (મીની) હોલ ખાતે ‘‘ચલ કહી દૂર નીકલ જાયે’’ ના શિર્ષક હેઠળ કરાઓકે મ્યુઝીકલ નાઈટનુ આયોજન કરવામા આવેલ છે. જેમા મુખ્ય ગાયકો ચંદ્રેશભાઈ ફીચડીયા, અલ્કાબેન કેસરીયા, નિવૃત ડીસ્ટ્રીકટ જજ  ડી. ઍસ. ત્રિવેદી,  યોગ પંડયા, મહેશ આડેસરા, નયનાબેન વ્યાસ, તન્વીબેન સોની, નીશાબેન ભટ્ટી, આભાબેન શાહ વિગેરે ગીતો રજુ કરશે. કાર્યક્રમના અતિથી વિશેષ તરીકે ડો. કોમલબેન પરમાર- ઍફ઼ઍમ. મ્યુઝીક ઍકેડમી,ભજનીક  પ્રાણલાલભાઈ વ્યાસના સુપુત્રી બીનાબેન શુકલા, જયેશભાઈ ઉપાધ્યાય, ડી.વાય.ઍસ.પી. શ્રી જાડેજા, સુરેશભાઈ મારૂ (ઍ.ઍસ. આઈ)  ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમ નિઃશૂલ્ક હોય જાહેર જનતાને આમંત્રણ અપાયું છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા) (૩૮.૩૩)

(3:21 PM IST)