<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

નમોત્‍સવ કાર્યક્રમના બેનરોની મંજુરી લીધેલ છે !

કોંગી આગેવાન અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા તથા વશરામ સાગઠીયાએ મ્‍યુનિ. કમિશ્નરને પત્ર પાઠવ્‍યો

રાજકોટ, તા., ૧૩ : NGO  ફેડરેશન આયોજિત નમોત્‍સવ કાર્યક્રમ અંગે ના બેનરો આખા રાજકોટમાં વોર્ડ વાઈઝ હજારોની સંખ્‍યામાં લગાવાયા છે તેની મંજુરી લીધેલી છે કે કેમ તેની વિગતવાર માહિતી આપવા શહેર કોંગ્રેસના પુર્વ પ્રમુખ અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા તથા વશરામભાઇ સાગઠીયા દ્વારા પત્ર પાઠવી મ્‍યુનિ. કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.

આ અંગે કોંગ્રેસના આગેવાનોએ પાઠવેલ પત્રમાં જણાવ્‍યું હતું કે, (૨) NGO  ફેડરેશન આયોજિત નમોત્‍સવ કાર્યક્રમ અંગે ના બેનરો રાજકોટ માં અત્‍યાર સુધીમાં કયાં કયાં અને  કેટલા સ્‍થળે લગાડવામાં આવ્‍યા છે તેમજ આ બેનરો કયાં સુધી રાખવાના છે તેની વિગતવાર માહિતી આપવી. બેનરો લગાડવાની મંજુરી લીધેલ હોય તો કઈ તારીખ થી કઈ તારીખ સુધી કેટલા બેનર લગાવવાની મંજુરી લીધેલ છે અને કેટલા પૈસા ની ચુકવણી કરેલ છે સહિતના પ્રશ્નો પુછવામાં આવ્‍યા છે.

(3:27 PM IST)