તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધ બાબતે વિરોધ કરતા સગર્ભાને ત્રાસઃ પતિ અને સાસરિયાએ કાઢી મુકી
પતિ વ્હોટસએપમાં અને ટેલીગ્રામ મારફતે પરસ્ત્રી સાથે ખરાબ વાતો કરતો, બેંગ્લોરની હોટલમાં જઇ પરસ્ત્રી સાથે દારૂ અને માસમચ્છીની પાર્ટી કરતો' તોઃ રાજકોટમાં રહેતા યાત્રીબેન પ્રજાપતિની અમદાવાદ રહેતા પતિ સાસરીયા વિરૂધ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા.૧૩: સાધુવાસવાણી રોડ પર ટેલીગ્રાફ કો. ઓપ.હાઉસીંગ સોસાયટીમાં રહેતી સગર્ભાને પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધની ખબર પડતા તે બાબતે ઝધડો કરી ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકતા પરિણીતાએ મહિલા પોલીસમાં અમદાવાદ રહેતા પતિ-સાસરીયા વિરૂધ્ધ ફરીયાદ નો઼ધાવી છે.
મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર નીલકમલ પાર્ક પાછળ ટેલીગ્રાફ કો. ઓપ.હાઉસીંગ સોસાયટી શેરી નં.૧માં માતા-પિતા સાથે રહેતા યાત્રીબેન અંકીતભાઇ પ્રજાપતિ (ઉ.વ.૩૦) એ અમદાવાદ ધુમાસેલા શિવાલિક શારદાપાર્ક માં રહેતા પતિ અંકિત ઇશ્વરભાઇ પ્રજાપતિ, સાસુ લીલાબેન ઇશ્વરભાઇ પ્રજાપતિ અને સસરા ઇશ્વરભાઇ પરસોતમભાઇ પ્રજાપતિ વિરૂધ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. યાત્રીબેને ફરિયાદમાં જણાવ્યુ છે કે પોતાના ૨૦૨૦ માં અમદાવાદના અંકીત પ્રજાપતિ સાથે લગ્ન થયા હતા. લગ્નબાદ હું પતિ,સાસુ સસરા સાથ મહેસાણાના વીસનગરમાં સંયુકત પરિવારમાં રહેતી હતી. લગ્નના એક મહિના બાદ સાસુ,સસરા ઘરકામ બાબતે મેણાટોણા મારતા અને અપમાન કરતા હતા. અને એક મહિના બાદ પતિને નોકરી માટે બેંગ્લોર જવાનું હોઇ તેથી મને પીપરમાં મુકી બેંગ્લોર જતા રહયા હતા. ત્રણ મહિના બાદ પતિ બેંગ્લોરથી આવેલ અને મારે વડોદરા ખાતે અભ્યાસ ચાલુ હોઇ તેથી હું ભણવા માટે વડોદરામાં ફલેટ ભાડે રાખી રહેતી હતી પંદરદિવસ બાદ પતિ પણ મારી સાથે રહેવા આવેલ ફલેટનું ભાડુ મારા મમ્મી-પપ્પા આપતા હતા. બાદ પતિ મારી સાથે નાની નાની વાતમાં ઝઘડો કરવા લાગેલ મારે એમ.ડી. હોમિયોપેથીના અભ્યાસનો ખર્ચ પણ મારા પપ્પા આપતા હતા. મારી પરિક્ષા પુરી થતા ત્રણ મહિના બાદ વેકેશન પડતા હું પતિ સાથે વિસનગર સાસરીયામાં રહેવા ગયેલ પતિના ફોનમાં વ્હોટસએપમાં અન્ય ઘણી બધી સ્ત્રી સાથે ખરાબ રીતે વાત કરતા મેસેજ જોતા તે બાબતે પતિને પૂછતા પતિએ કહેલ કે' મારી ફ્રેન્ડ છે. ગોળ ગોળ જવાબ આપીને વાત પુરી કરી નાખી અને ઝઘડો કર્યો હતો.
પતિ સાથે છ મહિના વીસનગરમાં રહેલ બાદ પતિને ૨૦૨૧માં ઓગસ્ટ માસમાં બેંગ્લોર જતા રહયા હતા. ત્યાં પતિ ફરી ફોનમાં વ્હોટસએપ અને ટેલીગ્રામ મારફતે અન્ય સ્ત્રી સાથે ખરાબ રીતે વાત કરતા અને સ્ત્રી સાથે બેંગ્લોરની હોટલમાં જઇ દારૂ- માસ મચ્છીની પાર્ટી કરતો હતો. અને તે ઘર ખર્ચના પૈસા પણ આપતો ન હતો. મારી સાથે ખરાબ વર્તન કરી મારમારી કહેલ કે ‘ઘરની બહાર નીકળ' તેમ કહેતો અને તે પરસ્ત્રીને ઘરે પણ લાવતો હતો. પાંચ વર્ષ બેંગ્લોરમાં રહયા બાદ અમે અમદાવાદ રહેવા આવી ગયા હતા. હું ગર્ભવતી હોય સારવાર પણ કરાવતા અને કહેતા કે ડીલીવરી કરવા તારા પીયરમાં જતી રહે ‘અને તારા બાળકને અમે માસ મચ્છી ખવડાશુ' તેમ મેણાટોણા મારી ત્રાસ આપતા હતા. બાદ મારે છ મહિનાનો ગર્ભ હોઇ પતિ-સાસુ, સસરાએ ઝઘડો કરી ધક્કો મારી ઘરમાંથી કાઢી મુકી હતી. હવે પાછી આવતી નહી આવવાનુ થાય તો પીજીમાં જજે અમારા ઘરે આવતી નહી તેમ કહયું હતું. બાદ હું રાજકોટ માવતરે આવ્યા બાદ અવાર નવાર સમાધાનના પ્રયાસો કરવા છતાં સમાધાન ન કરતા મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એ.એસ.આઇ. કે.બી. રાઠોડે તપાસ હાથધરી છે.
(3:48 PM IST)










