તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 14th September 2025
બરકતીનગરના સરફરાઝ પઠાણને ક્રાઇમ બ્રાન્ચે પિસ્તોલ, દેશી જોટો અને કારટીસ સાથે પકડી લીધો: દિપકભાઇ ડાંગર, ઉમેશભાઇ ચાવડા તથા કનકસિંહ સોલંકીની બાતમી પરથી પીએસઆઇ સી.બી. જાડેજાની ટીમની કાર્યવાહી : જુઓ વિડીયો
હત્યાના પ્રયાસના ગુનામાં હાલ રીમાન્ડ પર રહેલા આરોપી મિત્રએ સાચવવા આપ્યા હતાં

રાજકોટ: શહેર ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે દેશી પિસ્તોલ અને બાર બોરના જોટા સાથે એક શખ્સને પકડ્યો છે. આ શખ્સને આ હથિયાર હત્યાની કોશિષના ગુનામાં પકડાયેલા શખ્સે સાચવવા આપ્યા હતાં.
ક્રાઇમ બ્રાન્ચના પો.સબ ઇન્સ. સી.બી.જાડેજા તથા ટીમ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. દિપકભાઇ ડાંગર તથા ઉમેશભાઇ ચાવડા તથા કનકસિંહ સોલંકીને બાતમી મળી હતી કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિષના ગુન્હામાં પકડાયેલ આરોપી આશિફ હસનઅલી શેખ (બરકતીનગર શેરી નં.ર)ગુન્હો કરી નાસી ગયેલ તે વખતે પોતાના કબ્જામાં એક દેશી બનાવટની ૦.૩૨ બોરની પીસ્તોલ, એક બાર બોરનો દેશી બનાવટનો જોટો, તથા બાર બોરના જીવતા કાર્ટીસ નંગ-૪ પોતાની પાસે રાખેલ હોઇ પોલીસ તેને શોધતી હોઇ આ હથિયાર પકડાઇ ન જાય તે માટે પોતાના મિત્ર સરફરાજ શબ્દરભાઇ પઠાણ (ઉ.વ.૨૩ ધંધો. મજુરી રહે. બરકતનગર શેરી નં.૫, સુંદરમ સ્કુલની પાસે, ગોંડલ રોડ મૂળ યુપી)ને સાચવવા માટે આપેલ હતા. આ દરમ્યાન તાલુકા પોલીસના ગુનામાં નાસતો ફરતો આરોપી આસીફ હસનઅલી શેખ પોલીસના હાથે પકડાઈ જતા તે પોતાનુ નામ હથીયાર બાબતે આપી દેશે તેમ બીક લાગતા સરફરાજ શબ્દરભાઇ પઠાણ પોતાના કબ્જામાં રહેલ હથિયાર સગવગે કરવા જાય છે. આ બાતમી પરથી હથિયારો, કારટીસ સાથે પકડી લેવાયો હતો.
તાલુકા પોલીસ મથકમાં દાખલ હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયેલા અને હાલ રીમાન્ડ ઉપર રહેલો આરોપી આશિફ હસનઅલી શેખ (રહે. બરકતીનગર શેરી નં.૨) ગુન્હો કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસ તેને શોધતી હતી ત્યારે પાસે રહેલ દેશી બનાવટની પિસ્તોલ દેશી બનાવટનો બાર બોરનો જોટો, ૪ જીવતા કાર્ટીસ પણ પકડાઇ ન જાય તે માટે આ હથિયારો તેણે મિત્ર આરોપી શરફરાઝ શબ્દરભાઈ પઠાણ (ઉ.વ. ૨૩, રહે. બરકતીનગર, શેરી નં.૫, મુળ યુ.પી)ને સાચવવા આપ્યા હતા. દરમિયાન આરોપી અશરફને પોલીસે પકડી લેતા હથિયારમાં આશિફ તેનું નામ આપી દેશે તેવા ડર લાગતા શરફરાઝ હથિયારો સગેવગે કરવા લાગ્યો હતો. જેને બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે પકડી લઈ બંને હથિયારો સહિત કુલ રૂા. ૧૫, ૪૦૦ના મુદામાલ સાથે પકડી લઈ | આર્મસ એક્ટ હેઠળ બંને સામે ગુનો દાખલ કર્યો હતો. હાલ આશિફ રીમાન્ડ પર હોઇ તેનોઆ ગુનામાં ક્રાઈમ બ્રાંચે કબજો મેળવશે.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા, મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બી. બસીયાની સૂચના અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.ગોંડલીયા તથા પોલીસ ઇન્સ્પેકટર એમ.એલ.ડામોર સાહેબ તથા પોલીસ ઇન્સ્પેકટર સી.એચ. જાદવની રાહબરીમાં આ કામગીરી પો.સબ ઇન્સ. સી.બી.જાડેજા એ.એસ.આઇ જનકભાઇ કુગશીયા, હેડકોન્સ. દિપકભાઇ ડાંગર, ઉમેશભાઇ ચાવડા, કનકસિંહ સોલંકી, સુભાષભાઇ ઘોઘારી અને પ્રતિકસિંહ રાઠોડ દ્વારા કામગીરી કરવામા આવી છે.
(10:38 AM IST)










