<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

રાજકોટમાં સફાઈ કામમાં થતા ભ્રષ્ટાચાર સામે સફાઈ કામદારો બાયો ચડાવી :પગાર, પીએફ અને બોનસમાં પણ ખાયકીના ગંભીર આરોપથી ખળભળાટ

ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારને ચૂપ કરવા રૂ. 5 લાખની ઓફર! વેતન, પીએફ, બોનસ સહિતનાં મુદ્દાને લઈ સફાઈ કામદારો દ્વારા વિરોધ

રાજકોટ મનપા અને કોન્ટ્રાક્ટરની મિલિભગતનો પર્દાફાશ થયો છે. સફાઈ કામમાં થતા ભ્રષ્ટાચાર સામે સફાઈ કામદાર યુનિયન દ્વારા  વિરોધ નોંધાવવામાં આવ્યો છે, ત્યારે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારને ચૂપ રહેવા માટે રૂ. 5 લાખની ઓફર કરાઈ હોવાનો પણ આરોપ થયો છે. કામદાર યુનિયનનાં પ્રમુખે નાણાં લઈને પહોંચનારનો વીડિયો પણ ઉતર્યો હતો. વેતન, પીએફ, બોનસ સહિતનાં મુદ્દાને લઈ સફાઈ કામદારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

 

રાજકોટ મનપા ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. રાજકોટ મનપા અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગત હોવાનો પર્દાફાશ થયો છે. સફાઈ કામમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર સામે સફાઈ કામદાર યુનિયન દ્વારા ઊગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. પગાર, પીએફ અને બોનસ સહિતનાં મુદ્દાઓ પર આ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ભ્રષ્ટાચાર સામે આવાજ ઉઠાવનારાઓનો આવાજ દબાવવા માટે રૂ. 5 લાખની ઓફર કરાઈ હોવાનો ગંભીર આરોપ પણ થયો છે. ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે અવાજ ઉઠાવનારનો અવાજ બંધ કરવા માટે આ ઓફર કરાઈ હોવાનો આક્ષેપ છે.

આરોપ અનુસાર, સફાઈ કામદારોનાં પગાર, પીએફ અને બોનસ મામલે નિયમોનું યોગ્ય રીતે પાલન થતું નથી. આથી, સફાઈ કામદાર યુનિયન દ્વારા આ અંગે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે કોન્ટ્રાક્ટ જી.ડી.અજમેરાનાં સુપરવાઈઝર જયદીપ આહિરને 5 લાખ રૂપિયા રોકડા રાત્રે દેવા જતા વીડિયો ઉતારી સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું, કોન્ટ્રાક્ટરનો માણસ જ્યારે નાણાં લઈને પહોંચ્યો ત્યારે વાલ્મિકી સમાજ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કામદાર યુનિયન પ્રમુખ અને વાલ્મિકી સમાજના આગેવાન પારસ બેડીયા અને સફાઈ કામદારો દ્વારા લઘુતમ વેતન,પીએફ, બોનસ સહિત મુદાઓને લઈ લડત આપવામાં આવી રહી છે.

(1:12 PM IST)