<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

જલારામ ચોકમાં થતી નવદુર્ગા ગરબી મંડળની ગરબી આ વર્ષે પણ ભક્‍તોને હિંડોળા રાસના થશે દર્શન

હિંડોળા રાસથી માત્ર રાજકોટમાં જ નહીં પણ પુરા ભારતમાં નામના મેળવનાર : આ ગરબી મંડળમાં હિંડોળા રાસ, કચ્‍છી હેલ્‍લારો રાસ, રાજસ્‍થાની ઘુમ્‍મર, કાઠિયાવાડી રાસ મહીસાગરને આરે, ઢાલ તલવાર રાસ, શહીદોને શ્રદ્ધાંજલિ, હુંડલી રાસ, તલવાર રાસ રજુ થશે

રાજકોટઃ નવદુર્ગા ગરબી મંડળ છેલ્‍લા ૨૨ વર્ષથી પ્રાચીન સંસ્‍કૃતિને જાળવી રાખનાર ગરબી મંડળ બની ગયું છે, જેમાં ૯ વર્ષથી લઈ ૧૩ વર્ષ સુધીની ૭૦ બાળાઓ આ વર્ષે ગરબા લઈ માતાજીની આરાધના કરશે, અર્વાચીન રાસોત્‍સવની સામે પ્રાચીન ગરબીને ટકાવી રાખવા માટે નવદુર્ગા ગરબી મંડળ સ્‍ટેજ પર માતાજીનું નાટ્‍ય રૂપાંતર કરી ભક્‍તોને માતાજીના શાક્ષાત દર્શન કરાવે છે.

આજની જનરેશનને પ્રાચીન સંસ્‍કૃતિ તરફ વાળવા માટે નવદુર્ગા ગરબી મંડળ શિવ પાર્વતી, રાધા કૃષ્‍ણના ગરબા આ ગરબીમાં રમાડવામાં આવે છે. આજની જનરેશનને બસ એજ કહેવાનું માતાજીની આરાધના એટલે ગરબી, બાળાઓને પ્રેકટીશ અને નવરાત્રી દરમિયાન કોઈ મુસ્‍કેલીનો સામનોના કરવો પડે અને તેમની સ્‍ટેમીના જળવાઈ રહે તે માટે સવારે જાગીને તેમને ગોળનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, જેમનાથી બાળાઓની સ્‍ટેમીના જળવાઈ રહે છે, નવરાત્રી માં ભૂવા રાસના કારણે બાળાઓની માનસિક હાલત ખરાબ થાય છે તેવું વિજ્ઞાન જાથાએ દ્વારા કહેવામાં આવ્‍યું છે ત્‍યારે આયોજકોનું કહેવું છે કે હા સાચી વાત છે બાળાઓ ને ૧ કલાક ભૂવા રાસ રમાડવામાં આવે છે એનાથી બાળાઓની માનસિક સ્‍થિતિ ખરાબ થાય છે, અમે અમારા ગરબી મંડળમાં હિંડોળા રાસની કોઈ દિવસ પ્રેક્‍ટિસ કરાવતા નથી, નવરાત્રી દરમિયાન હિંડોળા રાસમાં માતાજી સાક્ષાત પધારે છે, આ વર્ષે નવદુર્ગા ગરબી મંડળમાં કલાકાર દિનેશભાઈ વેકરીયા, આરતીબેન બારોટ, આરતીબેન ભટ્ટી, પાયલબેન ગોસ્‍વામી રિધમ મહેશભાઈ ગોસ્‍વામી, બેન્‍જો હિતેશભાઈ, મહંમદભાઈ, કાંતિભાઈ ગઢવી રંગ જમાવશે, ત્‍યારે નવરાત્રી દરમિયાન બાળાઓ માટે સુરક્ષા સાથે સ્‍વાસ્‍થ્‍ય ખરાબ થાય ત્‍યારે જલારામ ચોકમાં કે.એમ પટેલ, મધુરમ હોસ્‍પિટલ હેમાંગ વસાવડાનો સહયોગ મળે છે અને ચોકમાં મોબાઇલ વેન પણ રાખવામાં આવે છે, ત્‍યારે આ વર્ષે નવદુર્ગા ગરબી મંડળનો સૌથી ફેમસ રાસ હિંડોળા રાસ નવરાત્રી દરમિયાન ત્રીજા, છઠ્ઠા અને નવમા નોરતે ભક્‍તોને જોવા મળશે, ગરબીની પાછળ ખૂબ મોટી ટીમ કામ કરતી હોઈ છે

 આ ગરબી મંડળમાં પ્રેકટીશ કરાવનાર હેલી બેન સરવૈયા, માહી પરમાર, રિદ્ધિબા ખાચર, પ્રાચીબેન વનસાગર સાથે પ્રમુખ રાજુભાઇ સરવૈયાની આગેવાની માં ૮૦ લોકોની ટીમ નવરાત્રી દરમિયાન ખડે પગે રહે છ ભાવિકોને બાળાઓના અવનવા રાસ નિહાળવા અપિલ કરાઇ છે. બાળાઓ ગરબાની અત્‍યારથી જ પ્રેકટીશ શરૂ કરી દીધી છે. (રિપોર્ટઃ નિલેશ શિશાંગીયા)

(2:54 PM IST)