News of Monday, 15th September 2025
પ્રાચીન અને સાંસ્કૃતિક ગરબીનો સમ્રાટ એટલે જંકશન પ્લોટની ગરબીઃ ટોપ ઇન ટાઉનનું બિરૂદ
દરેક સમાજની દીકરીઓ આ ગરબીમાં રાસની રમઝટ બોલાવે છેઃ જનકભાઇ કોટક દ્વારા બે દાયકાથી થઇ રહેલ ગરબીનું સંચાલન

રાજકોટઃ પ્રાચીન અને સાંસ્કૃતિક ગરબીનો સમ્રાટ એટલે ૧પ-જંકશન પ્લોટની ગરબી જેઓએ રાજકોટની ૬૦૦ થી વધારે ગરબીમાં ‘‘ટોપ ઇન ટાઉન'' નો ૧૧ વખતથી વધારે વખત બીરૂદ મેળવેલ છે. આ ગરબી ગુજરાત નહી ગુજરાતની બહાર પણ સીમલા ખાતે ૧૯૯૩ માં ગરબી હરીફાઇમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ.
આ ગરબીના આદ્ય સ્થાપક એવા ભીખુભાઇ ગોસ્વામી કે જેઓ પોતે પણ કલા અને સંસ્કૃતિનું જતન કરવા ૧૯૬ર માં નવરાત્રી એટલે સત્ય અને સંસ્કૃતિની ઉપાસના માટે નવરાત્રી મહોત્સવ મંડળની સ્થપના કરી. તેઓના અવસાન બાદ રાજકોટના પુર્વ મેયર જનકભાઇ કોટક બે દાયકાથી વધુ વખતથી ગરબીનું સંચાલન કરી રહયા છે.
આ ગરબી મંડળ દર વર્ષે માંના ગુણગાન ગાવા ગરબાવલી છપાવે છે તે પણ દાયકાથી વધારે વખત થયેલ છે. આ ગરબી જનતા જનાર્દનના સહયોગથી ચાલતી આવી હોવાનું ગરબી મંડળના સંચાલકોએ જણાવેલ આ ગરબીની વિશિષ્ટતા એ છે કે આ ગરબી બીન સાંપ્રદાયીકતાના ધોરણે ચાલે છે. આ ગરબીમાં હિન્દુ, મુસ્લીમ, શીખ, ખ્રિસ્તી તેમજ અન્ય જ્ઞાતિની બાળાઓ આ ગરબીમાં રમી ચુકેલ છે. આ ગરબીની નોર્મલ ફી લેવામાં આવે છે. આ ગરબીની બાળાઓને નોરતા દરમ્યાન ડ્રેસ ગરબી તરફથી આપવામાં આવે છે. આ ગરબીના સક્રીય કાર્યકરો નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહયા છે. આ મંડળ ચંદીગઢ ખાતે સચિવાલયમાં સાંસ્કૃતિક ગરબામાં ભાગ લઇ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
આયોજનમાં ગરબી મંડળના પ્રમુખ જનકભાઇ કોટક ૯૯૭૯૯ ૫૦૨૫૬, ઉપપ્રમુખઃ અશ્વિનભાઇ માણેક-૯૦૧૬૪ ૭૦૭૦૧,ઉપપ્રમુખઃ વિજયભાઇ ગોસ્વામી -૯૩૭૪૧ ૦૦૮૨૧,મહામંત્રીઃ સુરેશભાઇ રત્નેશ્વર, મંત્રીઃ રાજુભાઇ ગોસ્વામી, મંત્રીઃ અમિતભાઇ કોટક,સહમંત્રીઃ હિમાંશુ માણેક,ખજાનચીઃ કેશવભાઇ કે. પરમાર, સહખજાનચીઃ મહેશભાઇ ઠકકર, ડાયરેકટર ખ્યાતીબેન પરમાર, આસીસ્ટન્ટઃ કુ.પ્રાર્થનાબેન ટાંક, કુ. તૃપ્તિબેન રાઠોડ જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીર અભિજીત બગથરીયા)
(3:12 PM IST)










