તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th September 2025
વોર્ડ નં. ૧૮માં ગાર્ડન બનાવાશે

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮માં રૂા.૩૧.૨૪ લાખના ખર્ચે કોઠારીયા ટી.પી. સ્કીમ નં.૧૨ ના ફા.પ્લોટ નં.૩૯/એ ખાતે શ્યામ મંદિર પાસે, સ્વાતિ પાર્ક વિસ્તારમાં નવું ગાર્ડન વિકસાવવાનું કામ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવે છે. ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, ભારતીબેન પરસાણા તથા દક્ષાબેન વાઘેલા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે
(4:07 PM IST)










