<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

વોર્ડ નં-૩ ના વિવિધ વિસ્‍તારમાં ૮૯.૭ લાખના ખર્ચે ફૂટપાથ-ડિવાઇડર બનાવાશે

વોર્ડ નં.૩ ના કોર્પોરેટ ર નરેન્‍દ્રસિંહ જાડેજા, બાબુભાઇ ઉધરેજા, અલ્‍પાબેન દવે, કુસુમબેન ટેકવાણી સહિતના કોર્પોરેટરોની રજૂઆત ફળી

 રાજકોટઃ શહેરના  વોર્ડ નં.૦૩માં (૧)રૂા.૫૩.૪૫ લાખના ખર્ચે માં નાગરિક બેંકથી ખટારા સ્‍ટેન્‍ડ સુધી તથા પોપટપરા સ્‍મશાન ૨૪.૦૦ મી. ટી.પી. રોડ પર ફૂટપાથ બનાવવાનું કામ તથા (૨) રૂા. ૩૫.૬૨ લાખના ખર્ચે ૨૪.૦૦ મી. ટી.પી. રોડ પર પોપટપરા પમ્‍પીંગ સ્‍ટેશનથી મેરી ગોલ્‍ડ એપાર્ટમેન્‍ટ સુધી સેન્‍ટ્રલ ડિવાઇડર કરવાનું કામ. આમ કુલ મળી રૂા.૮૯.૦૭ લાખના કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્‍ત કામ મંજુર કરવા બદલ ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા તથા વોર્ડ નં.૦૩ના કોર્પોરેટરે બાબુભાઇ ઉઘરેજા, અલ્‍પાબેન દવે તથા કુસુમબેન ટેકવાણી દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(4:10 PM IST)