<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

વોર્ડ નં.૦૫માં રૂા.૧૮.૧૯ કરોડના વિકાસ કામો મંજુર

 

રાજકોટઃ  મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૫માં રૂા.૧.૩૫ કરોડના ખર્ચે મંછાનગર મેઈન રોડ પર શાળા નં. ૯૭ પાસે સી.સી. રોડ કરવાનું કામ , રૂા.૬.૯૩ કરોડના ખર્ચે કુવાડવા રોડથી પેડક રોડ સુધીના વોંકળામાં આર.સી.સી. દીવાલ તેમજ લાઈનીંગ કરવાનું કામ તથા, રૂા. ૯.૯૧ કરોડના ખર્ચે પેડક રોડથી સંતકબીર રોડના બ્રીજ સુધીના વોંકળામાં આર.સી.સી. દીવાલ તેમજ લાઈનીંગ કરવાનું કામ આમ કુલ મળી રૂા.૧૮.૧૯ કરોડના કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૫ના કોર્પોરેટર દિલીપભાઇ લુણાગરીયા, રસીલાબેન સાકરીયા તથા ડૉ.હાર્દિકભાઇ ગોહિલ દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(4:11 PM IST)