<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

સત્‍યસાંઈ રોડ ખાતે પ્રાચીન ગરબી અને અર્વાચીન રાસોત્‍સવ

સુપ્રસિધ્‍ધ ગાયકો, ઓરકેસ્‍ટ્રા, ઈન્‍ફાસ્‍ટ્રક્‍ચર સાથે ખેલૈયાઓને આવકારવા સંસ્‍થાના આગેવાનો સજ્જઃ પરિવાર સાથે રાસોત્‍સવ માણવા અનુરોધ : યુનિટી ફાઉન્‍ડેશન દ્વારા સતત ત્રીજા વર્ષે ભવ્‍ય આયોજનઃ ગરબીની ૨૨૨ દીકરીઓને લ્‍હાણી અપાશેઃ આવક સમુહલગ્નમાં વપરાશે

રાજકોટઃ યુનિટી ફાઉન્‍ડેશન, સમાજને કંઈક આપવાની ઉદ્‌ેશથી, સમાજ એકતા દ્વારા રાષ્‍ટ્રીય એકતાના સંકલ્‍પ સાથે અને સમાજ ઉપયોગી અને હિન્‍દુ સંસ્‍કૃતી જતન અને જાળવણી માટે સમાજના અગ્રણીઓ, ડોક્‍ટરો, વકીલો, એન્‍જિનિયરો, ઉદ્યોગપતિઓ, રાજકીય અગ્રણીઓ, અને સત્‍યસાંઈ સોસાયટી આસપાસના સમાજ શ્રેષ્‍ઠીઓ દ્વારા પ્રાચીન ગરબી, વૈદિક હોળી જરૂરીયાતમંદ દીકરીઓના સમુહ લગ્ન, યોગ દિવસ તેમજ મેડીકલને લગતી પ્રવૃતિ છેલ્લા ત્રણ વર્ષથી કરી રહી છે.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત પ્રાચીન ગરબી ને અર્વાચીન દાંડીયા રાસનું મિશ્ર સ્‍વરૂપે એકજ સ્‍થળે આયોજન યુનિટી ફાઉન્‍ડેશન દ્વારા કરવામાં આવેલ છે.

આ વર્ષે બેસ્‍ટ સિંગર, ઓરકેસ્‍ટ્રા, સાઉનડ સિસ્‍ટમ, એન્‍કર તથા બેસ્‍ટ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સાથે ખેલૈયાઓને આવકારવા ‘‘યુનિટી ફાઉન્‍ડેશન'' સજ્જ છે. સમગ્ર કુટુંબ સહપરિવાર એક જ જગ્‍યાએ નવરાત્રીનો સંપૂર્ણ લ્‍હાવો લેવા અનુરોધ કરાયો છે.

રાજકોટ શહેરની મધ્‍યે સરળતાથી આવી-જઈ શકાય તેવા નાનામવાના સત્‍યસાંઈ રોડ ઉપર આવેલ આલાપ હેરિટેજની બાજુમાં આવેલ ગાર્ડનમાં તારીખ ૨૨/૦૯/૨૦૨૫ થી ૦૧/૧૦/૨૦૨૫ સમય સાંજે ૮ થી ૧૦ પ્રાચીન ગરબી અને ૧૦ થી ૧૨ અર્વાચીન દાંડીયા રાસનું વિશાળ ગ્રાઉન્‍ડ તેમજ બાઉન્‍સર, સિક્‍યુરિટી સિસ્‍ટમ તથા સીસીટીવી કેમેરા વિગેરે સુવિધા સાથે ‘યુનિટી ફાઉન્‍ડેશન' દ્વારા લોક સલામતી અને સુરક્ષાની ખાસ તકેદારી રાખવામાં આવેલ હોવાથી તેમજ પાસની રકમ ખૂબ જ વ્‍યાજબી અને આ રકમ સમૂહ લગ્ન માટે વપરાતી હોવાથી લોકો દ્વારા પાસ કઢાવવા માટે બહોળો પ્રતિસાદ મળેલ છે.

તદઉપરાંત ગરબી અને અર્વાચીન દાંડિયા રાસ જોવા માટે ફ્રી એન્‍ટ્રી રાખવામાં આવી છે. હિન્‍દુ સંસ્‍કૃતિ મુજબ ગરબીની ૨૨૨ દીકરીઓને લ્‍હાણી આપવામાં આવશે.

આ સમગ્ર આયોજન દ્વારા જે રકમ વધે તેમાંથી તેમજ શટ્રસ્‍ટીઓ અને દાતાઓના સહયોગથી આવતી તા.૧૧/૦૧/૨૦૨૬ના રોજ જરૂરીયાતમંદ, માતાપિતા વિહોણી, આર્મીમેન અને દિવ્‍યાંગ દીકરીઓના ભવ્‍ય સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવેલ છે.

આ સમગ્ર આયોજન સફળ બનાવવા માટે યુનિટી ફાઉન્‍ડેશન ચેરમેન અને ભાજપ પ્રદેશ ઉપાધ્‍યક્ષ ભરતભાઈ બોધરા, ગુજરાત બિલ્‍ડર એસોસિએશનના ચેરમેન, માર્ગદર્શક પરેશભાઈ ગજેરા, પ્રમુખ હરેશભાઈ કાનાણી, ઉપપ્રમુખ વિજય તોગડીયા સેક્રેટરી જીગ્નેશ કિયાડા, તેમજ યુનિટી ફાઉન્‍ડેશનના ટ્રસ્‍ટીઓ નિલેશ વિરાણી મનીષ ભૂત, રાજેષ વૈષ્‍ણવ, પ્રિતેશ પટેલ, નૈમિષ પટેલ, હરકિશન સોજીત્રા, ધીરુ આસોદરીયા, અશ્વિન રૂપાપરા, ચંદુ કાપડિયા, ચંદ્રેશ પાદરીયા, સંજય અજાણી, હરિ ભંડેરછ, વિપુલ પટેલ, જીત કક્કડ, કેતન સોરઠીયા, પરેશ ધેલાણી, શૈલેષ શિંગાળા, ભાવેશ લીંબાસીયા, નિલેશ ટીલાળા, અનિલ ભલુ, ચેતન સુદાણી, અતુલ સખીયા, હિતેશ હાપલીયા, અશ્વિન ભુવા, વલ્લભ તોગડીયા, જયેશ ચોથાણી, પ્રકાશ પીપળીયા, વિમલ સીદપરા, રસિકભાઈ સોરઠીયા, રવિરાજ મંડ, અમિતભાઈ વેકરીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે યુનિટી ફાઉન્‍ડેશનના આગેવાનો સર્વશ્રી હરેશભાઈ કાનાણી, વિજયભાઇ તોગડીયા, જીજ્ઞેશભાઈ કીયાડા, ચંદુભાઈ કાપડીયા, ધીરૂભાઈ આસોદરીયા, નૈમિષભાઈ પટેલ, રસિકભાઈ સોરઠીયા, વિપુલ પટેલ અને અમિત વેકરીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:54 PM IST)