<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

‘તારા કારણે મારા દિકરાને જેલમાં જવું પડયું' કહી પતિ, સાસરિયાનો પરિણીતાને ત્રાસ

ભગવતીપરા સૈફી પાર્કમાં માવતરે રહેતી બતુલબેન આફ્રિકાવાલાની બી ડિવીઝન પોલીસમાં ભગવતીપરા માધવ રેસીડેન્‍સીમાં રહેતા સાસરિયાઓ વિરૂધ્‍ધ ફરિયાદ

રાજકોટ તા. ૧૬: ભગવતીપરામાં આવેલ માધવ રેસીડેન્‍સીમાં પરિણીતાને પતિ, સાસુ, સસરા અને દિયર આફ્રિકામાં તારા કારણે મારા દિકરાને જેલમાં જવું પડયું હતું. કહી મેણાટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપતા બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભગવતીપરામાં સૈફી પાર્કમાં રહેતા બતુલબેન હુસૈનભાઇ આફ્રિકાવાલા (ઉ.વ. ર૯) એ બી-ડીવીઝન પોલીસ મથકમાં ભગવતીપરામાં માધવ રેસીડેન્‍સીમાં રહેતા પતિ હુસૈન આફ્રિકાવાલા, સાસુ રસીદાબેન, સસરા અલી અસગરભાઇ અને દિયર અલી અકબર વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે. બતુલબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે, હું છેલ્લા બે વર્ષથી મારા માતા સાથે રહું છું અને બ્‍યુટી પાર્લર ચલાવું છું. મારા લગ્ન ર૦રરમાં હુસેન આફ્રીકાવાલા સાથે થયા હતા. લગ્ન બાદ પતિ આફ્રીકાના કોંગો ખાતે નોકરી કરતા હોઇ જેથી મને સાથે લઇને આફ્રીકા ગયા હતા. ગત તા. ૧/પ/ર૩ના રોજ પતિ વિરૂધ્‍ધ્‍ ફરિયાદ થતા જેમાં ત્‍યાંની પોલીસે મને તથા પતિની ધરપકડ કરી બંનેને જેલમાં મોકલી દેવાયા હતા. બે મહિના જેલમાં રહ્યા બાદ મને મુકત કરતા હું જુલાઇ-ર૦ર૩માં ભારત આવી ત્‍યારે મારી તબીયત સારી રહેતી ન હતી જેથી હું મારા મમ્‍મીના ઘરે રહેવા જતી રહી હતી. સમાધાન થતા હું મારા સસરાના ઘરે ગઇ હતી અને ઝઘડો થતા મારા માતાના ઘરે જતી રહી હતી. હું મારા માતાના ઘરે હતી ત્‍યારે મારા સસરા, સાસુ અને દિયર આવીને મને કહેલ કે ‘તારા કારણે જ મારા દિકરાને જેલમાં જવું પડયું' તેમ કહી ઝઘડો કરી મને નાની નાની વાતોમાં માનસીક ત્રાસ આપતા હતા અને હું સસરાના ઘરે જતી ત્‍યારે દિયર મારી સાથે જાતીય સતામણી કરતો હતો. મારો ઘરવખરીનો સામાન અમરેલીમાં જુના ઘરે હોઇ તેથી હું અને સસરા અમરેલી ગયા હતા ત્‍યારે સસરાએ પણ મારી સાથે જાતીય સતામણી કરતા હતા બાદ પતિ આફ્રીકાની જેલમાંથી છૂટીને ભારત આપ્‍યા બાદ તે પણ મારા માતાના ઘરે આવીને માનસીક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હતા. બાદ અમારા સમાજના આગેવાનોને જાણ કરતા તેણે પતિ, સાસુ, સસરાને ઘણી વખત સમજાવવાનો  પ્રયાસ કર્યો પરંતુ તે લોકો સમાધાન કરવા તૈયાર ન થતા આથી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પી.એસ.આઇ. એ. બી. ચૌધરીએ તપાસ હાથ ધરી હતી. 

(2:20 PM IST)