<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

સરગમ કલબ દ્વારા રવિવારે ફ્રી સર્વરોગ નિદાન કેમ્‍પ

કોટક સ્‍કૂલ ખાતે આયોજનઃ વિના મૂલ્‍યે તપાસ કરી ૧૦ દિવસની દવા - આંખના ચશ્‍મા વિના મૂલ્‍યે અપાશેઃ સોનોગ્રાફી, લેબોરેટરી, એકસરે, કાર્ડીયોગ્રામ પણ વિના મૂલ્‍યેઃ આંખના ઓપરેશન રણછોડદાસજી બાપુ આશ્રમ દ્વારા કરી અપાશે

રાજકોટ, તા.૧૬: સરગમ કલબ તબીબી ક્ષેત્રે સુંદર કામગીરી કરી રહ્યું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સમ્રગ સૌરાષ્‍ટ્રના જરૂરીયાતમંદ ગરીબ દર્દીઓ માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્‍મદિન નિમિતે સરગમ ક્‍લબ અને સ્‍વ સવિતાબેન છગનભાઈ પટેલ (ફિલ્‍ડ માર્શલ) તેમજ અશોક ગોંધિયા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્‍ટ ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

કમાણી ફાઉન્‍ડેશન, પ્રેમજી વાલજી એન્‍ડ સન્‍સ, મહાવીર સેવા ટ્રસ્‍ટ, બાન લેબ્‍સ કમ્‍પની, જે.વી.શેઠીયા ચેરી.ટ્રસ્‍ટ /  ઇન્‍ડિયન મેડીકલ એસોસીએશન સહયોગથી સરગમ ક્‍લબ  દ્રારા સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. આ સર્વરોગ નિદાન કેમ્‍પમાં રાજકોટના ૭૫ જેટલા ડોકટરો વિવિધ પ્રકારના ૩૦ જેટલા રોગોનું નિદાન વિના મુલ્‍યે કરશે.

કેમ્‍પ તા.૨૧ રવિવારે કોટક સ્‍કૂલ, મોટી ટાંકી પાસે, સવારે ૮/૩૦ કલાકે યોજાશે. આ કેમ્‍પમાં સૌરાષ્‍ટ્રભરમાંથી આવનાર તમામ સામાન્‍ય અને જરૂરીયાત મંદ દર્દીઓને વિનામૂલ્‍યે સારવાર તેમજ દવા, લેબોરેટરી ટેસ્‍ટીંગ, કાર્ડીઓગ્રામ, એક્‍સ-રે, સોનોગ્રાફી, આ બધી સવલત ઉપલબ્‍ધ કરાશે અને સુવિધા પણ વિનામૂલ્‍યે અપાશે.

કેમ્‍પમાં જનરલ ફિઝીશ્‍યન, ફેમેલી ફિઝીશ્‍યન, પ્‍લાસ્‍ટિક સર્જન, ઓર્થોપેડિક, આયુર્વેદિક, ન્‍યૂરો સર્જન, હાર્ટ સ્‍પેશ્‍યાલિસ્‍ટ, કેન્‍સર નિષ્‍ણાંત, માનસિક રોગ નિષ્‍ણાંત,સ્ત્રી રોગ નિષ્‍ણાંત, બાળરોગ, હોમિયોપેથિક, દાંતનાં રોગ, સ્‍કીન સ્‍પેશિયાલિસ્‍ટ, પેટ-આંતરડાના નિષ્‍ણાંત ડોકટરો પોતાની સેવા આપશે. કેમ્‍પનો લાભ લેવા ઈચ્‍છતા દર્દીઓએ સવારે ૮/૩૦ કલાકે સીધા સ્‍થળ પર પહોંચી જવાનું રહેશે.

આ કેમ્‍પમાં આંખના દર્દીઓને વિનામૂલ્‍યે ચશ્‍મા આંખના ઓપરેશન સાથે નેત્રમણી પણ રણછોડદાસજીબાપુ ચેરીટેબલ ટ્રસ્‍ટ તરફથી વિનામૂલ્‍યે કરી આપવામાં આવશે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના આહ્વાન સ્‍વરૂપે મોટાપા અને તેના નિવારણ માટે BMI - માપદંડ વડે એન્‍ડોક્રાઈનો લોજીસ્‍ટ ડો. તપન પારેખ અને ડો. બ્રીજ તેલી દ્રારા વૈજ્ઞાનિક માર્ગદર્શક આપવામાં આવશે.

આ કેમ્‍પમાં પ્રમુખ સ્‍થાન પર વજુભાઈ વાળા (ભુતપૂર્વ રાજ્‍યપાલ - કર્ણાટક), ઉદઘાટ્‍ક તરીકે રમેશભાઈ ટીલાળા (ધારાસભ્‍ય), ઉદધાટ્‍ક સમારોહના મહાનુભાવો તરીકે ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્‍ય), નંદલાલભાઈ માંડવિયા (આઈ. એન.એમ. ફાઉન્‍ડેશન), ઇન્‍દુભાઈ વોરા (ર્ટ્‍સ્‍ટી -  અશોક ગોંધીયા ચેરી. ટ્રસ્‍ટ), માધવભાઇ દવે (પ્રમુખ - શહેર ભાજપ), રાજદીપસિંહ જાડેજા (પ્રમુખ - શહેર ક્રોંગ્રેસ), મુખ્‍ય મહેમાન ચમનભાઈ ઝવેરી (પ્રેમજી વાલજી એન્‍ડ સન્‍સ, ચંદ્રકાન્‍તભાઈ શેઠ (ચેરમેન - મહાવીર સેવા ટ્રસ્‍ટ), હિમાંશુભાઈ શેઠીયા (જે.વી. શેઠીયા ચેરી. ટ્રસ્‍ટ), દેવેન્‍દ્રભાઈ દવે (કમાણી ફાઉન્‍ડેશન), પ્રવીણભાઈ વસાણી (રણછોડદાસ બાપુ ચેરી. ટ્રસ્‍ટ), નવીનભાઈ ઠક્કર (ઉપપ્રમુખ - રાજકોટ કેળવણી મંડળ), જયેશભાઇ ઠક્કર (પ્રમુખ - ઇન્‍ડીયન મેડીકલ એસોસિએશન), રાજદીપસિંહ જાડેજા (વાવડી) (ઉપપ્રમુખ - રાજકોટ શહેર ભાજપ), રમણીકભાઇ જશાણી - (ચેરમેન - આર.બી. કોઠારી નિદાન કેમ્‍પ) કેમ્‍પમાં ઉપસ્‍થિત રહેશે. 

નિદાન કેમ્‍પ માટે સરગમ પરિવારના ચેરમેન વજુભાઈ વાળાનું માર્ગદર્શન મળી રહેલ છે. તેમજ કેમ્‍પની વ્‍યવસ્‍થા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્‍દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ અને તેની સાથે મૌલેશભાઈ પટેલ, ડો.ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા તેમજ લેડીઝ - જેન્‍ટસ કમિટિના ૧૫૦ થી વધુ મેમ્‍બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

આં કેમ્‍પમાં પ્રોજેકટ ઇન્‍ચાર્જ તરીકે ડો. રાજેશભાઈ તૈલી, ડો. અમીતભાઈ હપાણી, ડો.પારસભાઈ શાહ, ડો. કમલભાઈ પરીખ ડો. રશ્‍મીભાઈ ઉપાધ્‍યાય, ડો. નવલભાઈ શીલુ, ડો. અતુલભાઈ પંડ્‍યા જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કેમ્‍પનો લાભ લેવા ઈચ્‍છતા તમામ જરૂરીયાતમંદ દર્દીઓ કેમ્‍પના સ્‍થળ કોટક સ્‍કૂલે તા.૨૧ના સવારે ૮/૩૦ વાગ્‍યે સીધા પહોંચી જવું. સ્‍થળઃ કોટક સ્‍કૂલ ,મોટી ટાંકી ચોક રાજકોટ ખાતે જ કેસ કાઢવામાં આવશે. તેમ ગુણવંતભાઈ ડેલાવાળા પ્રમુખ સરગમ ક્‍લબની યાદીમાં જણાવાયું છે.

(2:23 PM IST)