તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
૨૫માં વર્ષને યાદગાર બનાવવા સહિયર સજ્જ...ખેલૈયાઓ દ્વારા દીવડા સાથે મહાઆરતી
સિલ્વર જ્યુબેલી વર્ષને આ વખતે કેક કટીંગ કરી ઉજવવામાં આવશે, કિંગ-ક્વિનને બિરદાવશેઃ સુરેન્દ્રસિંહ વાળા

રાજકોટઃ શહેરની ઓળખસમાન નવરાત્રી, સહિયર આ વર્ષે સિલ્વર જ્યુબિલી વર્ષ મનાવવા જઈ રહ્યું છે. ત્યારે આ વર્ષને અપ્રિતમ યાદગાર બનાવવા માટે નવરાતે... નવે નવ નોરતે રોજ નિત્ય-નવા ઉત્સવનો પ્રકલ્પ સહિયરમાં સિધ્ધ થવા જઈ રહ્યો છે.
સહિયરના પ્રોજેક્ટ હેડ ક્રિષ્નાપાલસિંહ વાળા દ્વારા તમામ આયોજકો સાથે રોજના ઉત્સવોની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
શહેરના હાર્દ સમા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ નોરતે ર્માં...ના આગમનને વધાવવા જગતજનની ર્માં ને પાલખીમાં બીરાજીત કરી વાજતે ગાજતે ફૂલેકા સમૈયા તથા પૃષ્પવૃષ્ટી કરી ર્માં ને મંદીરમાં બીરાજીત કરવામાં આવશે.
સહિયરની પરંપરા છે કે રોજ ગરબાનો પ્રારંભ પહેલા આદ્યશક્તિ ર્માં ની આરતી થાય છે. આ વર્ષે હજારો ખેલૈયાઓ એક સાથે દીવડા લઈ ર્માં ની મહાઆરતી કરી શકે તેવુ આયોજન કરવામા આવ્યું છે.
સંપૂર્ણ ગ્રાઉન્ડનો શણગાર કરી એક એક કરી સિલ્વર જ્યુબિલીના આ વર્ષને કેક કટીંગ કરી ઉજવાશે. ભવ્યાતિભવ્ય લેઝર શો-આકાશને રંગીન બનાવતી ભવ્ય આતાશબાજી સહિતના ઉત્સવો ઉજવાશે.
સહિયર રાસોત્સવના ભુતપૂર્વ આયોજકો-સહિયરના કિંગ-ક્વિનને બિરદાવી એમને સન્માનીત કરવામાં આવશે.
સમગ્ર પ્લાનીંગને સિધ્ધ કરવા ચરેમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળાના માર્ગદર્શન સાથે આયોજકો વિજયસિંહ ઝાલા, જયદીપ રેણુકા, પ્રકાશ કણસાગરા, સમ્રાટ ઉદેશી, ધૈર્ય પારેખ, કૃણાલ મણિઆર, પિયુષ રૈયાણી, રવિરાજસિંહ જાડેજા, કરણ આડતીયા, અભિષેક અઢીયા, પ્રતીક જટાણીયા, હિરેન ચંદારણા, ધવલ નથવાણી, રાજવીરસિંહ ઝાલા, દીપકસિંહ જાડેજા, નિરવ પોપટ, દિવ્યરાજસિંહ જાડેજા, આકાશ કાથરાણી, અનીષ સોની, અભિષેક શુક્લા, મામા સરકાર, રૂપેશ દત્તાણી, નરેન્દ્રસિંહ જાડેજા, વજુભાઈ ઠુમ્મર, ધર્મેશ રામાણી, મીત વેડિયા, મનસુખ ડોડીયા, સુનીલ પટેલ, અહેમદ સાંધ, ડો.ઈન્દ્રવિજયસિંહ રાણા જહેમત ઉઠાવી રહ્યા છે.
સહિયરના મહાઉત્સવમાં જોડાવા સીઝન પાસના બુકીંગ માટે સંપર્કઃ ૩૧૨, સિલ્વર ચેમ્બર, ટાગોર રોડ, અતુલ મોટર્સની સામે, રાજકોટ. (મો.૮૯૮૦૦ ૨૧૩૨૧)
(2:24 PM IST)










