<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

કૌશર બેકરી-રામનાથપરામાંથી અખાદ્ય વિપ્‍પીંગ ક્રિમ, ફલેવર્ડ સીરપ તથા કેક સહિત ર૮ કિલોનો નાશ

શહેરના નાણાવટી ચોકથી રામેશ્વર ચોક વિસ્‍તારના ર૦ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્‍યાં ચકાસણીઃ ૯ને લાઇસન્‍સ અંગે નોટીસ

રાજકોટ, તા. ૧૬: શહેરના વિવિધ વિસ્‍તારોના ખાણી-પીણી ઉત્‍પાદકો તથા વિક્રેતાઓને ત્‍યાં મનપાની ફુડ શાખા દ્વારા ચકાસણી કરી અખાદ્ય પદાર્થોના નાશ કરવાની સાથે નમુના લેવાની કામગીરી કરવમાં આવી રહી છે.

મનપાની સતાવાર યાદી મુજબ ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન રામનાથપરા મેઇન રોડ, મુકામે આવેલ ‘કૌશર બેકરી' પેઢીની તપાસ કરતા સ્‍થળ પર સંગ્રહ કરેલ એક્‍સપાયરી થયેલ પેક્‍ડ વિપ્‍પીંગ ક્રીમ ૧૮ કિ.ગ્રા., પેક્‍ડ ફેલવર્ડ સીરપ ૫ કિ.ગ્રા. અને વાસી પડતર કેક ૫ કિ.ગ્રા. મળીને કુલ ૨૮ કિ.ગ્રા. અખાદ્ય જથ્‍થાનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને ઉત્‍પાદન સ્‍થળ પર હાઈજેનિક કન્‍ડિશન તથા યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

 ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના નાણાવટી ચોક થી રામેશ્વર ચોક વિસ્‍તારમાં આવેલ ખાધ્‍ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૯ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ ૧૫ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં મોમાઈ સુપર માર્કેટ, આરતી પાણીપૂરી, શ્રી મોમાઈ મિલ્‍ક પાર્લર, VS એન્‍ટરપ્રાઇઝ, શ્રીરામ ડેરી ફાર્મ, શ્રીરાધે જનરલ સ્‍ટોર, આશાપુરા જનરલ સ્‍ટોર, બજરંગ જનરલ સ્‍ટોર, ક્રિષ્‍ના સેલ્‍સ એજન્‍સીને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

(3:10 PM IST)