તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા શુભેચ્છાઓ

રાજકોટઃ ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી અને ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ છે. આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય શ્રી ઉદય કાનગડે તેમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને તેમના નેતૃત્વ હેઠળ થયેલા વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી.
ધારાસભ્યશ્રી કાનગડએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત વિકાસ, વિશ્વાસ અને વિજયની યાત્રા તરફ અવિરત આગળ વધી રહ્યું છે. તેમના શાસનકાળમાં દેશે સર્વાંગી વિકાસનો એક નવો અધ્યાય લખ્યો છે. તેમણે ભારતીય જનતા પાર્ટીની ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતી સાથેની જીત અને પ્રધાનમંત્રી તરીકે મોદીના શાસનના પ્રારંભને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.
પાંચ સ્તંભ પર આધારિત શાસનઃ શ્રી મોદીએ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતા અને લ્લઢ નિヘયના પાંચ સ્તંભો પર દેશની દરેક વ્યક્તિ અને દરેક ક્ષેત્રને આવરી લઈને અનેક લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે.
લોકોના નેતાઃ ધારાસભ્યએ નરેન્દ્ર મોદીને લોકોના નેતા ગણાવ્યા હતા, જે તેમની સમસ્યાઓનું સમાધાન કરવા અને સુખાકારીમાં સુધારો કરવા માટે સમર્પિત છે. તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે સતત સક્રિય સંપર્કમાં રહે છે અને ભારતના સૌથી ટેકનોસેવી નેતા તરીકે ઓળખાય છે.
ગરીબ કલ્યાણ અને વિકાસઃ મોદી સરકારના શાસનમાં ગરીબોની સેવા, વંચિતોનું સન્માન, નારી શક્તિનો ઉત્કર્ષ, યુવા શક્તિની આકાંક્ષાઓની પરિપૂર્ણતા, અને ખેડૂતોનું કલ્યાણ સુનિヘતિ થયું છે. આયુષ્માન ભારત જેવી યોજનાઓથી મધ્યમ વર્ગના સ્વાસ્થ્યની ચિંતા દૂર થઈ છે.
રામમંદિર અને સાંસ્કૃતિક વારસાઃ અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ અને સાંસ્કૃતિક-આધ્યાત્મિક વારસાના પુનર્નિર્માણથી દેશવાસીઓની આસ્થાને બળ મળ્યું છે.
મજબૂત રાષ્ટ્રીય સુરક્ષાઃ તાજેતરમાં સફળ થયેલ ઓપરેશન સિંદૂર જેવી કાર્યવાહીઓ દ્વારા સાબિત થયું છે કે ભારત હવે માત્ર એક રાષ્ટ્ર નહીં, પરંતુ વૈશ્વિક શક્તિ તરીકે ઉભર્યું છે. આ ઘટનાએ સંદેશ આપ્યો છે કે ભારત આતંકવાદ સામે ક્યારેય ઝૂકશે નહીં અને પોતાના નાગરિકોની સુરક્ષા માટે સદૈવ તૈયાર રહેશે.
શ્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત વિકસિત ભારતના ધ્યેય સાથે આગળ વધી રહ્યું છે. આજે ભારત વિશ્વના મંચ પર એક નવા આત્મવિશ્વાસ સાથે ઊભું છે, જે દરેક ભારતીયને ગૌરવ અપાવે છે.
આત્મનિર્ભર અને ગૌરવશાળી ભારતઃ શ્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત 'વિકસિત ભારત'ના ધ્યેય સાથે આગળ વધી રહ્યું છે. આજે ભારત વિશ્વના મંચ પર એક નવા આત્મવિશ્વાસ સાથે ઊભું છે, જે દરેક ભારતીયને ગૌરવ અપાવે છે.
ધારાસભ્ય શ્રી ઉદય કાનગડે આશા વ્યક્ત કરી કે, રાષ્ટ્રસેવા અને જનસેવાને સર્વોપરી રાખનારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતવર્ષ ઉન્નતિના પથ પર નિરંતર અગ્રેસર રહેશે. તેમણે મોદીજી સ્વસ્થ અને દીર્ઘાયુ થાય તેવી ઈશ્વર પાસે મંગલ કામના કરી હતી.
(3:14 PM IST)










