તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
કાલે સ્વચ્છોત્સવઃ સંગીત સંધ્યા થકી ઉજવણી
મનપા અને સરગમ કલબના સંયુકત ઉપક્રમે આયોજન રાત્રે ૮:૩૦ કલાકે હેમુગઢવી હોલમાં કલ્ચરલ ફેસ્ટ કાર્યક્રમઃ સ્વચ્છ ભારત મિશનની ૧૧મી વર્ષગાંઠ ‘સ્વચ્છતા હી સેવા' ઉજવાશે

રાજકોટ તા.૧૬: ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારશ્રી દ્વારા ૨-જી ઓકટોબરના રોજ પૂજય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવેલ. ‘‘સ્વચ્છ ભારત મિશન''ની ૧૧-મી વર્ષગાંઠની ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫'ને તા.૧૭-મી સપ્ટેમ્બર,૨૦૨૫ થી ૩૧-મી ઓકટોબર, ૨૦૨૫ સુધી ‘સ્વચ્છોત્સવ'' તરીકે ઉજવણી કરવાનું નકકી કરેલ છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫'ને તા.૧૭-મી સપ્ટેમ્બર, ૨૦૨૫ થી ૩૧-મી ઓકટોબર, ૨૦૨૫ સુધી ‘સ્વચ્છોત્સવ' તરીકે ઉજવણીનો શુભારંભ કરવા સરગમ કલબના સહયોગથી તા.૧૭ના સમય રાત્રે ૦૮:૩૦ કલાકે શ્રી હેમુ ગઢવી નાટયગળહ, ટાગોર રોડ ખાતે ‘‘કલ્ચરલ ફેસ્ટ'' (સંગીત સંધ્યા)નું આયોજન કરેલ છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય જાણીતા કવિ સંજુભાઈ વાળાના હસ્તે કરવામાં આવશે. તેમ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા અને સેનિટેશન સમિતિ ચેરમેન નિલેશ જલુએ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેરના હોદેદારો, મહાનુભાવો, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ તેમજ સંગીતપ્રિય શહેરીજનો વગેરે ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં વિવિધ સંગીતના કલાકારો દ્વારા સંગીતના સુર થકી ઉપસ્થિત સૌને મનમોહક કરશે સાથોસાથ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સ્વચ્છતાવાદી સેવા સેવા સંકલ્પ માટેની જાગૃતિ સંદેશ આપશે.
(3:15 PM IST)










