તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
નરેન્દ્રભાઇનો જન્મદિવસ રંગોથી ઉજવાશેઃ કાલથી રંગોળી ઉત્સવ
પૂ.મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે મનપા અને ચિત્રનગરીના સંયુકત ઉપક્રમે આયોજન આ કાર્યક્રમમાં ૯૦ કલાકારો દ્વારા ૭પ રંગોળી બનાવાશેઃ બે દિવસ ૧૦ થી ૬ રંગોળી નિહાળી શકાશે

રાજકોટ, તા., ૧૬ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૫માં જન્મ દિવસના અનુસંધાને સ્વચ્છતા હી સેવા થીમ આધારિત રાજકોટ મહાનગરપાલિકા અને મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ-ચિત્રનગરીના ઉપક્રમે તા.૧૭ના પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે રંગોલી ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રંગોલી આર્ટિસ્ટો દ્વારા આજે તા.૧૬ના રોજ બપોરે ૪.૦૦ વાગ્યાથી રંગોળી બનાવવાની શરૂઆત કરશે અને ૯૦ કલાકારો દ્વારા ૭૫ રંગોળી પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે બનાવાશે. આ રંગોળી ઉત્સવમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમગ્ર ભારતભરમાં અત્યાર સુધીના વિવિધ પ્રોજેક્ટ થયા છે તે પ્રોજેક્ટની રંગોળી કલાકારો દ્વારા બનાવવામાં આવશે.
મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે બનાવવામાં આવનાર રંગોળી પ્રદર્શન માટે શહેરીજનો તા.૧૭ અને તા,૧૮ના રોજ સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા દરમ્યાન નિહાળી શકશે. આ પ્રદર્શન બહોળી સંખ્યામાં નાગરિકો નિહાળે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી સુરેન્દ્રસિંહ વાળા અને સેનિટેશન સમિતિ ચેરમેનશ્રી નિલેશ જલુ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
આ રંગોળી ઉત્સવ માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ચિત્રનગરીના કમિટી મેમ્બર જીતુભાઇ ગોટેચા, રશ્મિ ગોટેચા, સુરેશભાઈ રાવલ, જયશ્રીબેન રાવલ, રશેષભાઈ વ્યાસ, મુકેશભાઈ વ્યાસ, હેમાબેન વ્યાસ, સીમાબેન અગ્રવાલ, શિવમ અગ્રવાલ, દિગીશભાઈ વડોદરિયા, પરેશભાઈ ધોરાજીયા, હરદેવસિંહ વાઘેલા તથા મૌલિકભાઈ ગોટેચા જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:46 PM IST)










