<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

જૈનમમાં ઉજવણી સાથે આરોગ્‍ય,આહાર, સુરક્ષાનાં પાસાઓની માવજત

મીની હોસ્‍પિટલ સેટ-અપ, હાઈઝેનીક જૈન ફુડ કોર્ટ, ત્રી સ્‍તરીય સુરક્ષા વ્‍યવસ્‍થા

રાજકોટઃ જૈનમ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૫ની તડામાર તૈયારીઓ તેના અંતિમ ચરણ પર છે. કમીટીઓ દ્વારા વિવિધ પાસાઓને ધ્‍યાનમાં રાખીને વ્‍યવસ્‍થા કરવામાં આવે છે, જે પૈકી મહોત્‍સવ દરમ્‍યાન કોઈપણ મેડીકલ ઈમ્રજન્‍સી પહોંચી વળવાની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે, જે પૈકી મહોત્‍સવ દરમ્‍યાન કોઈપણ મેડીકલ ઈમ્‍રજન્‍સી પહોંચી વળવાની વ્‍યવસ્‍થા, ખેલૈયાઓ મન મુકીને સુરક્ષીત વાતાવરણમાં રાસોત્‍સવ માણી શકે તે માટે સઘન સુરક્ષા વ્‍યવસ્‍થા અને જૈન સમાજનાં ખેલૈયાઓ, દર્શકોને પ્‍યોર જૈન વાનગીઓ મળી રહે તે માટે ફુડ કોર્ટની વ્‍યવસ્‍થા વિગેરે કરવામાં આવનાર છે તેમ યાદીમાં જણાવાયું છે.

જૈનમ પરિવારના સભ્‍ય અને આઈ.એમ.એ. રાજકોટના પૂર્વ પ્રેસીડેન્‍ટ ડો.પારસભાઈ ડી.શાહ એ માહીતી આપતા  જણાવ્‍યું છે કે જૈનમ નવરાત્રી મહોત્‍સવના ગ્રાઉન્‍ડ ઉપર કોઈપણ હોસ્‍પીટલમાં હોઈ છે. તેવું આઈસીયુ યુનીટનું માઈક્રો સાઈઝ સેટઅપ ખડુ કરવામાં આવશે. ગરબાના ગ્રાઉન્‍ડ ઉપર દર્દીને આસાનીથી પહોંચાડી શકાય તેવા સ્‍થાન ઉપર આ ઈમરજન્‍સી મેડીકલ સેન્‍ટર માટે એક અલાયદો ટેન્‍ટ બનાવવામાં આવશે. જેમાં બે બેડ, કુલર, પંખા, પડદા, વ્‍હીલચેર, સ્‍ટ્રેચર, સહીતની દર્દીને બેસવા, તપાસવા માટેની સુવિધા હશે. મેડીકલના તમામ સાધનો રાખવામાં આવશે.

યોગ્‍ય વેન્‍ટીલેશન માટે પંખા તેમજ કુલર રાખવામાં આવશે. રમત દરમ્‍યાન ખેલૈયાઓને વાગી જાય, ઈજા થાય, મોચ આવી જાય જેવા સમયે સ્‍થળ ઉપર જ જરૂર પડયે ટાંકા લેવા, પાટપીંડી કરવા સાથે પેઈનકીલર અને ધનુરના ઈન્‍જેકશનો હાજર રાખવામાં આવશે. તેમ ડો.હિરેનભાઈ કોઠારીએ માહિતી આપતા જણાવ્‍યું છે.

રાસોત્‍સવનાં ૧૦ દિવસ દરમ્‍યાન એમ.બી.બી.એસ.થી ઉપરની ડીગ્રી ધરાવતા એક્ષપર્ટ ડોક્‍ટરો નવરાત્રી દરમ્‍યાન રાત્રે ૮ થી ૧૨ સુધી ઉપલબ્‍ભ રહેશે. જૈનમ પરિવારનાં જ સભ્‍યો એવા એક્‍સપર્ટ ડોક્‍ટરોની ટીમમાં તજજ્ઞ ડોક્‍ટરો ડો.રાજુભાઈ કોઠારી, ડો.અમિતભાઈ હપાણી, ડો.હિરેનભાઈ કોઠારી, ડો.પારસભાઈ ડી.શાહ, ડો.શ્રેણિકભાઈ દોશી, ડો.જયભાઈ તુરખીયા તથા ફીઝીયોથેરાપીસ્‍ટ તરીકે ડો.દેવાંશી રાજ કોઠારી સેવા આપશે. શિવ મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલના સહયોગથી રોજ મેડીકલ ઓફિસર, નર્સિંગ સ્‍ટાફ, આયાબેન વિગેરે ખડે પગે રહેશે. પંચનાથ હોસ્‍પિટલ સહયોગથી એમ્‍બ્‍યુલન્‍સ રોજ ગરબાના શરૂથી અંત સુધી સ્‍ટેન્‍ડ ટુ રહેશે. હિતેશભાઇ તલસાણીયા દ્વારા બેડ, વ્‍હીલ ચેર, ખુરશી, સ્‍ટ્રેચરની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

આગેવાનોએ જણાવેલ કે જૈનમનાં ફુડ કોર્ટમાં માત્ર ને માત્ર ૧૦૦% જૈન ફુડ જ પિરસવામાં આવે છે, રોજ રોજ અલગ અલગ સ્‍વાદીષ્‍ટ વાનગીઓ સાથેનું જૈન ફુડ જ પીરસવામાં આવે છે, રોજ રોજ અલગ અલગ સ્‍વાદીષ્‍ટ વાનગીઓ સાથેનું જૈન ફુડ કોર્ટ આ વખતે ખેલૈયાઓ માટે કંઈક વિશેષ સુવિધા સાથે ઉભુ કરવામાં આવશે. ફુડ કમીટી દ્વારા આ વખતે ખેલૈયાઓની સુવિધાઓ માટે સિઝન પાસ સાથે આપતા ફુડ કુપનમાં કોઈ અગાઉથી નક્કી કરેલી વાનગીને બદલે ખેલૈયાઓની પોતાનું ફુડ કુપન વિવિધ સ્‍ટોલ પૈકી કોઈપણ સ્‍ટોલમાં રીડીમ કરી શકે તેવી વ્‍યવસ્‍થા પ્રથમવાર કરાઈ રહી છે.

જૈનમ પોતાના પ્રથમ વર્ષનાં આયોજન થી લઈને આજ સુધી ગ્રાઉન્‍ડમાં પોતાની સુરક્ષા વ્‍યવસ્‍થાને લઈને ખૂબ જ તકેદારી રાખી રહ્યું છે, થ્રી લેયર સુરક્ષા વ્‍યવસ્‍થાને કારણે ખાસ કરીને પોતાના દીકરા-દીકરીઓને રાસોત્‍સવ રમવા માટે મોકલતા વાલીઓમાં ખૂબ જ પ્રસંશાપાત્ર બન્‍યું છે. સમગ્ર ગ્રાઉન્‍ડમાં નાઈટ વિઝન હાઈટેક કેમેરાથી સતત રાઉન્‍ડ ધ ક્‍લોક નિગરાની રાખવામાં આવે છે, આ ઉપરાંત ખાનગી સુરક્ષા વ્‍યવસ્‍થા અને જૈનમની વિશેષ સુરક્ષા કમીટીનાં સભ્‍યો પણ ગ્રાઉન્‍ડમાં ચોતરફ સુરક્ષાની સંપૂર્ણ તકેદારી રાખતા હોય છે. જેના લીધે ખાસ કરીને યુવા ખેલૈયાઓ કોઈ જાતની અસુરક્ષા મહેસુસ કર્યા વગર બિન્‍દાસ્‍ત બનીને રાસોત્‍સવને માણી શકે છે.

તસ્‍વીરમાં જૈનમ પરિવારના અમિષભાઇ દેસાઈ, ધર્મેશભાઈ બખાઈ, ચિરાગભાઈ સંઘવી, અમિતભાઈ લાખાણી, હેમાંશુભાઈ પારેખ, મેહુલભાઈ બાવીસી, ભાવિનભાઈ ઉદાણી, હિતેષભાઈ મણીઆર નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)  

(3:47 PM IST)