News of Wednesday, 17th September 2025
રાજકોટની ૧૧ પ્રાચીન ગરબીઓ દ્વારા બેસ્ટ રાસ રજુ કરાશે
આપણી પ્રાચીન ગરબીઓને પ્રોત્સાહન મળે તે માટે સેવા સારથી ગ્રુપ ઓફ રાજકોટ દ્વારા આયોજનઃ ગરબી સંચાલકોએ નામ નોંધાવી દેવા

રાજકોટઃ સેવા સારથી ગ્રુપ ઓફ રાજકોટ દ્વારા નવરાત્રીનો પાવન તહેવાર આપણી પારંપરિક રીતે જ ઉજવવામાં આવે તે માટે પ્રાચીન રાસગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આયોજકોએ જણાવ્યું કે અગાઉ યુથ ફોર ડેમોક્રેસી દ્વારા આ મહોત્સવનું આયોજન વર્ષો સુધી કરવામાં આવતું પરંતુ સંજોગો વસાત મહોત્સવ છેલ્લા ઘણા વર્ષોથી ઉજવવામાં આવતો નહીં, પરંતુ આ કાર્યક્રમનો વર્ષો સુધી હિસ્સો રહેલા સોનલબેન વાછાણીએ પ્રાચીન ગરબીઓ તરફ લોકો વળતા થાય તેનું મહત્વ જળવાઈ રહે તે માટે જવાબદારી લઈને ગત વર્ષથી આ મહોત્સવ ફરી શરુ કરેલ છે.
આ વર્ષે કાર્યક્રમ ૦૫/૧૦/૨૫ ને રવિવાર રાત્રે હેમુગઢવી હોલ ખાતે થશે જેમાં રાજકોટની ૧૧ પ્રાચીન ગરબીઓ દ્વારા તેમના બેસ્ટ રાસ રજુ કરવામાં આવશે.
આ દિવ્ય કાર્યક્રમ સમગ્ર રાજકોટ માંથી પ્રાચીન ગરબીઓ લોકો એક જ સ્થળે નિહાળી શકશે.
આ મહોત્સવ માં ભાગ લેવા ઇચ્છુક પ્રાચીન ગરબી મંડળો એ તા.૨૫/૯ ને ગુરુવાર સુધીમાં પોતાના નામ નોંધવાના રહેશે. નામ નોંધવા માટે ભારત સેવક સમાજ રેસકોર્સમાં બાલ ભવન ગેટ નંબર પાંચ ની બાજુમાં, લોક વિજ્ઞાન કેન્દ્રની પાસે બપોરે ૧૨ થી ૧ સુધીમાં રૂબરૂ આવી ફોર્મ ભરવાનું રહેશે. ઇચ્છુક પ્રાચીન ગરબી મંડળોએ વધુ વિગત માટે માં.ન. ૯૯૯૮૬૧૯૮૭૦ ઉપર સંપર્ક કરવા.
સમગ્ર કાર્યક્રમ યુથ ફોર ડેમોક્રેસીનાં હિમ્મતભાઈ લાબડીયા,તેમજ નેશનલ યુથ પ્રોજેકટ નાં પ્રમુખશ્રી રાજેશભાઇ ભાતેલીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. સોનલબેન વાછાણી, સાથે ગાયક કલાકાર રમેશભાઈ વ્યાસ, દક્ષાબેન વ્યાસ, શિલ્પાબેન મકવાણા, પ્રીતિબેન સેજપાલ, શોભનાબેન બાટવીયા, પ્રજ્ઞાબેન બી. પીઠડીયા, કુંદનબેન સોલંકી, તેમજ નિકુંજભાઈ જગતીયા અને પિયુષભાઇ ભટ્ટી ) જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં એડવોકેટ હિંમતભાઇ લાબડીયા, રમેશભાઇ વ્યાસ, રાજેશભાઇ ભાતેલીયા, સોનલબેન વાછાણી, દક્ષાબેન વ્યાસ, નિકુંજભાઇ જગતીયા, શોભનાબેન બાટવીયા, કુંદનબેન સોલંકી, પ્રજ્ઞાબેન પીઠડીયા, પ્રિતીબેન ભાયાણી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:13 PM IST)










