<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

ઇન્‍સ્‍ટિટયુટ ઓફ ઇન્‍ડિયન ઇન્‍ટિરિયર ડિઝાઇનર્સ- સૌરાષ્‍ટ્ર રીજનલ ચેપ્‍ટરની ઇન્‍સ્‍ટોલેશન સેરેમની સંપન્‍ન : ચેરપર્સન પદે મેહુલ બુધ્‍ધદેવ

રાજકોટ તા. ૧૭ : ઇન્‍સ્‍ટિટયુટ ઓફ ઇન્‍ડિયન ઇન્‍ટિરિયર ડિઝાઇનર્સ- સૌરાષ્‍ટ્ર રીજનલ ચેપ્‍ટર (ટર્મ ૨૦૨૫-૨૭) ની ઇન્‍સ્‍ટોલેશન સેરેમની તાજેતરમાં યોજાઇ હતી.

આ પ્રસંગે ચેપ્‍ટરે નવી નેતળત્‍વ ટીમને આવકાર આપ્‍યો અને ડિઝાઇન ક્ષેત્રે ઉત્‍કળષ્ટતા, સહયોગ અને વિકાસની વારસાને આગળ ધપાવવાનો સંકલ્‍પ વ્‍યક્‍ત કર્યો.

આ કાર્યક્રમમાં આર્કિટેકટ જીગ્નેશ મોદી નેશનલ પ્રમુખ ઇલેક્‍ટ (આઇઆઇઆઇડી), આઇ.ડી. હરેશ પરસાણા (એન.સી.સી.સભ્‍ય) તથા આઇઆઇઆઇડીના અન્‍ય આગેવાન સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. સાથે સાથે વિવિધ સ્‍થાનિક સંસ્‍થાઓના હોદ્દેદારો અને વિશિષ્ટ મહેમાનોની પણ ઉપસ્‍થિતિ રહી હતી. આ ઇવેન્‍ટ માં પૂર્વ ચેરમેન રચેશ પીપળીયા અને પૂર્વ સચિવ હાર્દિક લાખાણીએ તેમના કાર્ય કાળ દરમિયાન થયેલી ઇવેન્‍ટનું પ્રેઝન્‍ટેશન આપ્‍યું હતું. આ ઇવેન્‍ટ કિચ ગ્રુપ, રાજકોટ દ્વારા સ્‍પોન્‍સર કરવામાં આવી હતી.

આ નવી ટર્મ માટે આઇડી મેહુલ બુદ્ધદેવે ચેપ્‍ટરના ચેરપર્સન તરીકે નેતળત્‍વ સંભાળ્‍યું હતુ. ચેપ્‍ટર માટે માર્ગદર્શક વિષય સહયોગી ડિઝાઇન જાહેર કરાયો હતો. તેમણે સંગઠિત વિકાસ અને સંયુક્‍ત શિક્ષણ પર ભાર મૂકતાં જણાવ્‍યું કે મજબૂત નેટવર્ક્‍સ નિર્માણ કરવું, સર્વસમાવેશકતા (ઇન્‍કલુસીવીટી) વધારવી અને જ્ઞાન વિનિમયને પ્રોત્‍સાહન આપવું એ તેમનો મુખ્‍ય દ્રષ્ટિકોણ રહેશે. જેથી વ્‍યાવસાય અને સમાજ બંને માટે સાર્થક યોગદાન આપી શકાય.

નવી કાર્યકારી ટીમ (૨૦૨૫-૨૭) માટે મેહુલ બુદ્ધદેવ- ચેરપર્સન,રચેશ પીપળીયા પૂર્વ ચેરપર્સન, દર્શિતા જોશી-ચેરપર્સન ઇલેકટ, દિપક મેહતા -વાઇસ ચેરપર્સન (ટ્રેડ), આર્કિટેકટ ધવલ રંગાણી-સચિવ, આર્કિટેકટ વિશાલ પટોલિયા - સહ સચિવ, તેજસ રાવલ - ખજાનચી, હાર્દિક લાખાણી - મેનેજિંગ કમિટી મેમ્‍બર, નીરવ રખાસિયા - મેનેજિંગ કમિટી મેમ્‍બર, પ્રતીક પુનાતર - મેનેજિંગ કમિટી મેમ્‍બર, ઉર્વી બુદ્ધદેવ - કો ઓપ્‍ટ મેમ્‍બર, મિત્તલ ચૌહાણ - કો ઓપ્‍ટ મેમ્‍બર, વિપુલ બાર - કો ઓપ્‍ટ મેમ્‍બર, વિવેક માંકડિયા - સબ કમિટી મેમ્‍બર, ગૌરવ વાઢેર - સબ કમિટી મેમ્‍બર, નિરલ કાનપર - સબ કમિટી મેમ્‍બર, પ્રતીક મિષાી - સબ કમિટી મેમ્‍બર, સાગર પોપટ - સબ કમિટી મેમ્‍બર, હિરેન ભારખડા - સબ કમિટી મેમ્‍બર, કશ્‍યપ પરસાણા - સબ કમિટી મેમ્‍બર, મિતેશ અંટાળા - સબ કમિટી મેમ્‍બર, વિરલ પટેલ - સબ કમિટી મેમ્‍બર, નીરજ વૈધ - સબ કમિટી મેમ્‍બર, રજનીશ ગજ્જર - સબ કમિટી મેમ્‍બર જાહેર થયા હતા.

ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિીટયુટ ઓફ ઇન્‍ટિરીયર ડીઝાઇનર્સની સ્‍થાપના ૧૯૭૨માં થઈ હતી અને આજે તે ભારતભરના ઇન્‍ટિરિયર ડિઝાઈનરો માટેની અગ્રણી સંસ્‍થા તરીકે માન્‍યતા ધરાવે છે. આઇઆઇઆઇડી પાસે દેશભરમાં ૩૪ ચેપ્‍ટર્સ અને સેન્‍ટરો મારફતે ૮૦૦૦થી વધુ સભ્‍યો જોડાયેલા છે.

આઇઆઇઆઇડી સૌરાષ્‍ટ્ર રીજનલ ચેપ્‍ટર, જેની સ્‍થાપના ૨૦૦૭માં થઈ હતી, આજે એક જીવંત અને ઉત્‍સાહી પરિવાર બની ગયું છે જેમાં ૩૫૦થી વધુ સભ્‍યો જોડાયેલા છે. મેહુલ બુદ્ધદેવના કલેકટીવ ડીઝાઇનના દૃષ્ટિકોણ અને તેમની કાર્યશીલ ટીમના સહયોગથી ચેપ્‍ટર આવનારા ટર્મમાં વ્‍યાવસાયિક વિકાસ, સમાજસેવા અને સહયોગી પહેલોમાં નવી ઊંચાઈઓ હાંસલ કરશે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મેહુલ બુધ્‍ધદેવ, દર્શિતા જોશી, દિપક મહેતા અને તેજસ રાવલ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:18 PM IST)