News of Wednesday, 17th September 2025
ભાજપ યુવા મોરચા દ્વારા રવિવારે ‘નમો યુવા રન મેરેથોન-નશા મુક્ત ભારત'
નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે આયોજનઃ બહુમાળીભવન ચોકથી પ્રારંભ થઈ રાજમાર્ગો પર ફરી સરદાર પટેલની પ્રતિમા પાસે સમાપન : નમો યુવા રન' મેરેથોન માત્ર એક કાર્યક્રમ જ નહી રહેતા યુવાશકિતનો વ્યસનમુકિત તરફનો સંકલ્પ, સ્વસ્થ જીવનનો સંદેશ. અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા તરફની દોડ બની રહેશેઃ કિશન ટીલવા

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ અને રાજકોટ ‘નમો યુવા મેરેથોન' ના ઈન્ચાર્જ હરેન્દ્રસિંહ ગોહિલ, ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી મિલન લીંબાશીયા, સહદેવ ડોડીયાની એક સંયુકત અખબારી યાદીમાં જણાવેલ છે કે દેશને વૈશ્વિક વિકાસની નવી ઉંચાઈઓ તરફ લઈ જનાર દેશના પ્રધાનસેવક આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ સેવા હી પરમો ધર્મ'ની ભાવનાથી સમાજના છેવાડાના માનવીના ઉધ્ધાર માટે વિવિધ લાભાર્થી યોજનાઓ થકી સતત લોકકલ્યાણના કાર્યો થઈ રહ્યા છે ત્યારે દર વર્ષે ૧૭ સપ્ટેમ્બર (વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ) થી તા.૨ ઓકટોબર (ગાંધી જયંતિ) સુધી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ધ્વારા વિવિધ સેવા અને સામાજિક કાર્યક્રમો ધ્વારા ‘સેવા પખવાડિયુ' ઉજવવામાં આવે છે,
ત્યારે આ વર્ષે પણ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી તથા રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યાજીની પ્રેરણાથી અને પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટની આગેવાની માં ગુજરાતમાં 'સેવા પખવાડિયા' અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ, મેરેથોન જેવા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે, તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ધ્વારા એક જ સમયે એક જ તારીખે સમગ્ર દેશમાં ૭૫ સ્થળ પર મેરેથોન યોજાશે, જેમાં ગુજરાતમાં ૧૦ મેરેથોનનું આયોજન કરવામાં આવેલ છે.
આ અંતર્ગત રાજકોટ મહાનગર ખાતે શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેના માર્ગદર્શન અને શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવાના નેતૃત્વમાં આગામી તા.૨૧ના રવીવારે સવારે ૬ કલાકે કેન્દ્રીય અગ્રણીઓ, પ્રદેશ અગ્રણીઓ, શહેરના આગેવાનો તેમજ વિવિધ સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં 'નમો યુવા રન' મેરથોન-નશામુકત ભારત' અંતર્ગત યોજવામાં આવશે. જેમાં યુવાનોને નશામુકત ભારત' નો સંદેશ આપવામાં આવશે.
આ 'નશામુકત ભારત અંતર્ગત ‘નમો યુવા રન' મેરેથોન બહુમાળી ભવન થી પ્રસ્થાન થઈ, પોલીસ હેડ કવાર્ટર સર્કલ, કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, બહુમાળી ચોક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે સમાપન થશે. આ મેરેથોનમાં પાંચ હજારથી પણ વધુ સ્પર્ધકો ભાગ લેશે. ભાગ લેનાર સ્પર્ધકોને ટી-શર્ટ અને સર્ટીફીકેટ આપવામાં આવશે. તેમજ મેરેથોનમાં પ્રથમ, ઘ્વીતીય અને તૃતીય આવેલ સ્પર્ધકને શીલ્ડ આપી સન્માનીત કરવામાં આવશે
આ તકે કિશન ટીલવાએ જણાવેલ કે ‘નમો યુવા રન' - નશામુકત ભારત' નો હેતુ યુવાશક્તિને રાષ્ટ્રનિર્માણ માટે પ્રેરિત કરવાનો છે. દેશના પ્રધાનસેવક નરેન્દ્રભાઈ મોદીના સપના સાકાર કરવા પ્રતિબધ્ધતા દર્શાવવી અને સ્વસ્થ આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત કરવો છે. ત્યારે ‘નમો યુવા રન' માત્ર દોડ નહી પરંતુ યુવાનોમાં દેશપ્રેમની લાગણી જગાવતો એક મહોત્સવ સાબિત થશે. યુવાનોની ઉર્જા એટલે રાષ્ટ્રની શકિત, પ્રધાનસેવક નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે આ ઉર્જા એક અનોખા રૂપે ઝળહળતી જોવા મળશે.
આ નમો યુવા રન માત્ર એક કાર્યક્રમજ નહી રહેતા યુવાશકિતનો વ્યસનમુકિત તરફનો સંકલ્પ, સ્વસ્થ જીવનનો સંદેશ, અને વિકસિત ભારતના સ્વપનને સાકાર કરવા તરફની દોડ બની રહેશે.અને વિશાળ સંખ્યામાં યુવાનો ‘ફિટ ઈન્ડીયા, હિટ ઈન્ડીયા' ના સંકલ્પને આગળ ધપાવવા ઉત્સાહપૂર્વક જોડાશે.
આ ‘નમો યુવા મેરેથોન' માં રજીસ્ટ્રેશન માટે ઈચ્છુક યુવક-યુવતિઓએ namoyuvarun.bjymgujrat.org લીંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ હરેન્દ્રસિંહ ગોહિલ, રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી સહદેવ ડોડીયા, જયકિશન ઝાલા, કિશન પટેલ, ધ્રુવ કાકડીયા, જય બોરીચા, સુનીલ ગોહેલ, ગોહેલ વ્યોમ વ્યાસ, હાદિક ઠુગેશિયા, કાના સરેયા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(4:14 PM IST)










