<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

ડીસીપી ઝોન-૧નો ચાર્જ ડીસીપી સજ્જનસિંહ પરમાર પાસેથી સંભાળતા ડીસીપી હેતલ પટેલ

 

રાજકોટઃ શહેરના ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમારની બદલી થતાં તેમના સ્‍થાને નિમણુંક પામેલા ડીસીપી હેતલ પટેલ ગત સાંજે હાજર થતાં તેમણે ડીસીપી સજ્જનસિંહ પરમાર પાસેથી ચાર્જ સંભાળી લીધો હતો. અગાઉ શહેર ક્રાઇમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલની બદલી થતાં તેમના સ્‍થાને ઝોન-૨ ડીસીપી જગદીશ બાંગરવાને મુક્‍વામાં આવ્‍યા હતાં. ડીસીપી ટ્રાફિક પૂજા યાદવના સ્‍થાને ડીસીપી હરપાલસિંહ જાડેજાની નિમણુંક થઇ હતી. તેમજ ઝોન-૨ ડીસીપી તરીકે રાકેશ દેસાઇએ ચાર્જ સંભાળી લીધો હતો. જે તે વખતે ડીસીપી હેતલ પટેલ તાલીમ પર હોઇ હવે તેઓ હાજર થતાં તેમણે ચાર્જ સંભાળી લીધો હતો. સુશ્રી હેતલ પટેલ મુળ લુણાવાડા નાગરવાડા (મહિસાગર)ના વતની છ. તેઓ ૨૦૧૧માં પોલસ ફોર્સમાં જોડાયા હતાં.  બાદ ૨૦૨૧માં આઇપીએસનું પ્રમોશન મળ્‍યું હતું. છેલ્લે સુરત પીસીબીમાં ફરજ બજાવ્‍યા બાદ હવે રાજકોટ ડીસીપી તરીકે ચાર્જ સંભાળ્‍યો છે.

(2:33 PM IST)