તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 17th September 2025
રવિવારે વેલકમ નવરાત્રી પનઘટ ગરબાઃ એક દિ'ના રાસોત્સવ
બે હજાર ખેલૈયાઓ રાસે રમશે, ફયુઝન ડ્રેસ કોમ્પીટીશન, વિજેતાઓને ઈનામોથી નવાજાશે

રાજકોટઃ વિશ્વંભરી નવરાત્રી ગ્રાઉન્ડ, વેલ્વેટ પાર્ટી પ્લોટ, અયોધ્યા ચોક ખાતે વેલકમ નવરાત્રી ‘પનઘટ-૨૦૨૫' વન ડે ગરબાનું તા.૨૧, રવિવારના રોજ આયોજન વેલ્વેટ પાર્ટી પ્લોટ અયોધ્યા ચોક ખાતે કરવામાં આવેલ છે. જેમાં લોકો પારીવારીક વાતાવરણ સાથે મન મુકીને ગરબે ઘુમી શકે એ મો ખ્યાતનામ કલાકારો અને ઓરકેસ્ટ્રા ટીમ લાઈવ પરફોમન્સ આપશે.
રાજકોટના ડીજે ધીર પણ ડીજેના તાલ પર ખેલૈયાઓને ગરબે ઘુમાવશે. આ ઉપરાંત ઈવેન્ટમાં રાજકોટમાં સૌપ્રથમ વાર માત્ર ખેલૈયાઓ જ નહી પણ ફયુઝન ડ્રેસ (વેસ્ટર્ન, ટ્રેડીશનલ) કોમ્પીટીશનમાં વિજેતા થનાર ૩ લોકોને આકર્ષક ઈનામ આપવામાં આવશે. નામાંકીત સોશ્યલ મીડિયા સેલેબ્રીટીની હાજર રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય આયોજક એવા અજિત પરમાર, દર્શના વોરા, અશ્વિન ચૌહાણ, અતુલ વાઘેલા તેમજ આયોજક સમિતિના સદસ્યો વિમલ ગોસ્વામી, નિલેષ આડેસરા, વિશાલ માંડવીયા, અરવિંદ પરમાર, રાજવીર ચૌહાણ, હર્ષ મકવાણા, કુનાણ ડોલેરા, મયૂર ચાવડા, કપીલ સોલંકી, રામકૃષ્ણ પ્રજાપતી, યશ મોરી, કીર્તન ઠક્કર, ઉદય વોરા, બ્રિજેશ મકવાણા, શૈલેષ સાગઠીયા, ઉતમ વાઘેલા, ડો.ધવલ સોંદરવા જોડાયેલ છે.
વધુ માહિતી માટે ૯૯૧૩૮ ૮૭૧૧૨/ ૯૮૨૪૨ ૦૧૯૬૬/ ૯૭૨૬૧ ૮૬૭૫૭ સ્થળઃ ૬૩૯, છઠ્ઠો માળ, વેસ્ટગુટ-૨ બિલ્ડિંગ, આઈડીએફસી બેંકની ઉપર, અયોધ્યા ચોક, રાજકોટ. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:42 PM IST)










