News of Wednesday, 17th September 2025
નરેન્દ્રભાઇના જન્મદિવસ નિમિત્તે દેશવ્યાપી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાનનો પ્રારંભઃ રકતદાન -સર્વ રોગ નિદાન કેમ્પ...

રાજકોટ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં ૭પમાં જન્મદિવસ નિમિત્તે સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાનનો દેશવ્યાપી આરંભ કરાવવામાં આવ્યો છે. રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતેથી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાની ઉપસ્થિતિમાં આ અભિયાનનો આરંભ કરાવવામાં આવ્યો હતો.
આ તકે રકતદાન કેમ્પ તથા સર્વ રોગ નિદાન કેમ્પ પણ યોજાયો હતો. તમામ કાર્યક્રમ અંગે રાજકોટ કલેકટર દ્વારા માર્ગદર્શન અપાયું હતું, કેમ્પમાં લોધીકા-કોટડા-પડધરીથી બસમાં લોકોને લવાયા હતા, તમામ માટે પાણી-ફૂડ પેકેટની પૂરવઠાએ વ્યવસ્થા કરી હતી, અંદાજે રાા થી ૩ હજાર લોકોનો ટાર્ગેટ અપાયો હતો.
(3:27 PM IST)










