તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
વીવીપી એન્જીનિયરીંગ કોલેજમાં શુક્ર-શનિ નેશનલ કોન્ફરન્સ
એ.આઈ.સી.ટી.ઈ.ના ચરેમેન પ્રો.ડો.ટી.જી.સીથારામ ખાસ ઉપસ્થિત રહેશેઃ રીસેન્ટ ટ્રેન્ડસ એન્ડ ઈનોવેશન્સ ઈન આઈઓટી વિષય પર સંશોધનપત્રો રજૂ કરાશે

રાજકોટઃ વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં તા. ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરનાં રોજ એ.આઈ.સી.ટી.ઈ એટલે કે ખોલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, આઈ.એસ.ટી.ઈ એટલે કે ઇન્ડિયન સોસાયટી ફોર ટેકનિકલ એજ્યુકેશન અને વીવીપીના સંયુક્ત ઉપક્રમે નેશનલ કોન્ફરન્સનું આયોજન થયું છે. રીસેન્ટ ટ્રેન્ડસ એન્ડ ઇનોવેશન્સ ઈન આઈઓટી થીમ ઉપર યોજાનાર આ કોન્ફરન્સમાં દેશના વિવિધ ભાગોમાંથી સંશોધનપત્રો આવ્યા છે.
આ કોન્ફરન્સમાં એ.આઈ.સી.ટી.ઈ ના ચેરમેન પ્રો. ડો. ટી.જી. સીયારામ, આઈ.એસ.ટી.ઈ ના ગુજરાત સેકશનના ચેરમેન ડી. સચિન પરીખ, નિરમા યુનિવર્સિટીના ડાયરેક્ટર ડો. હિમાંશુ સોની, જીટીયુના આઇટી સેલના ડો. બી.વી.બુદ્ધદેવ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડો. ઉજ્જવલ પટેલ વગેરે હાજર રહેવાના છે.
કોન્ફરન્સની થીમ આઈ.ઓ.ટી એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં થતા રહેતા આધુનિક સંશોધનો પર આધારિત છે. આઇ.ઓ.ટી એવી પ્રણાલી છે કે જે સોફટવેરના ઉપયોગ દ્વારા હાર્ડવેર ને ચલાવી શકે છે. સ્માર્ટ હોમ ઓટોમેશન હેલ્થ ટ્રેકિંગ ડિવાઇસ, એનર્જી મેનેજમેન્ટ, ડેટા ડ્રીવન સિસ્ટમ્સ, રીમોટ મોનિટરિંગ એન્ડ સર્વેલન્સ, સપ્લાય ચેન મેનેજમેન્ટ જેવા અનેક કાર્યો કરી શકે છે. તેના ઉપયોગો અને તેમાં ચાલતા રહેલા અત્યાધુનિક સંશોધનો પર દેશભરના સંશોધકોએ લખેલા સંશોધનપત્રો રજૂ થશે. આ માટે ઇઝીચેર પ્લેટફોર્મનો ઉપયોગ કરેલ છે. ગુજરાત તથા ગુજરાત બહારના રાજ્યો અને વિદેશથી પણ પેપેર આવેલ છે.
આટલી મોટી કોન્ફરન્સ જ્યારે વીવીપી અને ખાસ તો રાજકોટના આંગણે થઈ રહી છે ત્યારે પ્રિન્સિપાલ ડો. પીયુષભાઈ વણઝારા ના માર્ગદર્શન હેઠળ ડો. તેજસ પાટલીયા, ડો. દર્શનાબેન પટેલ, ડો. પરેશ ધોળકિયા, ડો. અલ્પેશ આડેસરા, ડો. દીપેશ કામદાર, ડો. મૌલિક ધામેચા, ડો. શિલ્પા કાથડ, ડો. વિજય વ્યાસ, ડો. વિશાલ નિમાવત, ડો. તેજસભાઈ શાહ અને સમગ્ર કર્મચારીગણ જહેમત ઉઠાવી રહ્યા છે.સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી કૌશિકભાઈ શુક્લ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ માણીયાર, ડો. નરેન્દ્રભાઈ દવે અને ડો. નવીનભાઈ શેઠ તથા પ્રિન્સીપાલ પીયુષભાઈ વણઝારાએ શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રો.ડો.ટી.જી.સીતારામ વિષે જાણો
રાજકોટઃ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્રિકલ એજ્યુકેશન (AICTE)ના ચેરમેન પ્રોફે.(ડો.) ટી. જી. સીતારામમુખ્ય મહેમાન તરીકે નેશનલ કોન્ફરન્સ ઓન રીસેન્ટ ટ્રેન્ડ્સ એન્ડ ઈનોવેશન્સ ઈન IoT(NCIOT-25)H19માં ૧૯મી સપ્ટેમ્બરના રોજ ઉપસ્થિત રહેશે. તેઓ પ્રતિષ્ઠિત શિક્ષણવિદ્, ડિસેમ્બર ૨૦૨૨થી એઆઈસિટીઈના ચેરમેનતરીકે સેવા આપી રહ્યા છે, તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ (IISc), બેંગલુરુ ખાતે સિનિયર પ્રોફેસર છે અને અગાઉ આઈઆઈટી ગૌહાટીના ડિરેક્ટર (૨૦૧૯-૨૦૨૨) તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે માસ્ટર્સ ડિગ્રી IISc માથી અને પીએચ.ડી.યુનિવર્સિટી ઓફ વોટરલૂ કેનેડામાંથી પૂર્ણ કરી છે.
ત્રણ દાયકાથી વધુ લાંબા શૈક્ષણિક કારકિર્દીમાં, પ્રોફે.સીતારામે અનેક સંશોધન પેપર, પુસ્તકો અને પેટન્ટ્સ પ્રકાશિત કર્યો છે તથા અનેક પી.જી. અને પીએચ.ડી. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે. જિયોટેકનિકલ એન્જિનિયરિંગ, રોક મિકેનિક્સ, સિસ્મિક માઇક્રોઝોનેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટક્ષેત્રોમાં તેમના યોગદાનને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે.
તેમને મળેલા પુરસ્કારોમાં આઈજીએસ ક્યુકલમેન એવોર્ડ (૨૦૧૫), પ્રોફે. ગોપાલ રંજન રિસર્ચ એવોર્ડ (૨૦૧૪)અને ર્ંસર સી.વી.રામન યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ (૨૦૦૨)નો સમાવેશ થાય છે.
(3:34 PM IST)










