તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બાય બાય નવરાત્રી ૨૦૨૫
બ્રહ્મ પરિવારની બહેનો પારિવારીક માહોલમાં રાસે રમે તેવું આયોજનઃ ખેલૈયાઓ ગરબાના તાલે ઝુમશે

રાજકોટઃ શ્રી સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી પ્રતિવર્ષ એકદિવસીય બાય બાય નવરાત્રિનું આયોજન થાય છે. આ વર્ષે બાય બાય નવરાત્રિનું આગામી ૪ ઓક્ટોબર શનિવારે સાંજે ૭ થી ૧ દરમિયાન બાલભવન, ખાતે આયોજન કરેલ છે.
સંપૂર્ણ પારિવારિક વાતાવરણમાં બહેનો અને દીકરીઓ સુરક્ષિત રીતે રમી શકે, દરેક પરિવારને પોસાય તેવા ટોકન રૂપ પાસ દ્વારા નફાખોરી માટે નહીં પરંતુ સૌને પરવડે તેવું ઉત્તમ આયોજન કરાયું છે. વિવિધ વિભાગોમાં પ્રિન્સ પ્રિન્સેસને ઇનામોથી પ્રોત્સાહિત કરવામાં આવશે
પાસનું વિતરણ તા.૧૮-૦૯ થી ૨૮-૦૯ સુધી તે શ્રી બ્રાહ્મણ બોડિંગ, ૬-રજપૂતપરા ખાતે તેમજ સમાજના વિવિધ તળગોળના હોદેદારો દ્વારા કરવામાં આવશે.
સમગ્ર આયોજન કશ્યપ શુક્લ અને દર્શિત જાનીના માર્ગદર્શન હેઠળ દીપક પંડયા, ડો. અતુલ વ્યાસ, જનાર્દન આચાર્ય, નલિન જોશી, કમલેશ ત્રિવેદી, જયેશ ઉપાધ્યાય, ડો. શૈલેષ જાની, ડો. દક્ષેશ પંડયા, પ્રશાંત જોશી, જયેશ જાની, વિપુલ શુક્લ, પરાગ ભટ્ટ, નિકેત જોશી, ઓમકાર ભટ્ટ, તથા મહિલા પાંખના નીલમબેન ભટ્ટ, સુરભિબેન આચાર્ચ, ધાત્રીબેન ભટ્ટ,ભાવનાબેન જોશી, હિરલબેન જોશી, હેમાની બેન રાવલ, વૈશાલીબેન શુક્લ વગેરે દ્વારા થઈ રહ્યું છે.
પાસ માટે નીલમબેન ભટ્ટ (૯૮૨૪૨ ૮૨૮૨૪), ધાત્રીબેન ભટ્ટ (૯૯૨૫૫ ૯૪૪૪૯), હિરલબેન જોશી (૮૩૨૦૮ ૬૭૩૦૯), હેમાની બેન રાવલ (૮૨૦૦૯ ૦૩૯૩૮), વૈશાલીબેન શુક્લ (૯૪૨૮૨ ૭૧૪૧૬), બિંદુબેન દવે, રાજલબેન જાની, હેતબેન જાનીનો સંપર્ક કરવો. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:36 PM IST)










