<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

વાંકાનેરથી ભેંસ-પાડાને ક્રુરતાપુર્વક બાંધી રાજકોટ લાવતો એઝાઝ પકડાયો

રતનપર પાસે જીવદયા પ્રેમીઓ અને કુવાડવા પોલીસની કાર્યવાહીઃ અમરસરના નીઝામભાઇ પાસેથી વેંચાતા લઇ રાજકોટ મક્‍સુદભાઇને આપવા આવતો હતો

રાજકોટ તા. ૧૭: વાંકાનેરનો શખ્‍સ બોલેરો પીકઅપ ગાડીમાં ઘાંચારો, પાણી વગર ભેંસ અને પાડાને ક્રુરતા પુર્વક તે હલનચલન ન કરી શકે તે રાજકોટ તરફ લાવતો હોઇ પોલીસ અને જીવદયા પ્રેમીઓએ પકડી લઇ ગુનો દાખલ કર્યો હતો. આ શખ્‍સ આ જીવોને કતલખાને લઇ જતો હોવાની શંકા ફરિયાદમાં વ્‍યક્‍ત કરાઇ હતી.

આ બારામાં કુવાડવા રોડ પોલીસે મોરબી રોડ સેટેલાઇટ ચોક પુષ્‍કરધામ રેવન્‍યુ-૦૨ ખાતે રહેતાં અને ગુજરાત ગેસમાં પેટા કોન્‍ટ્રાક્‍ટર તરીકે નોકરી કરવાની સાથે કૃપા ફાઉન્‍ડેશનમાં ગોૈરક્ષક તથા જીવદયા પ્રેમીની કામગીરી કરતાં ભાવીનભાઇ ઘનશ્‍યામભાઇ ઘીયાડ (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી બોલેરો પીકઅપ જીજે૦૩ઝેડ-૭૮૦૫ના ચાલક વાંકાનેરના એઝાઝ અબ્‍બાસભાઇ લાખા તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્‍યો છે.

ભાવીનભાઇ ઘીયાડે જણાવ્‍યું હતું કે ૧૭મીએ રાતે ત્રણેક વાગ્‍યે વાંકાનેર તરફથી એક બોલેરો પશુ ુભરીને પાસ પરમીટ વ ગર રાજકોટ તરફ આવે છે તેવી માહિતી મળતાં સંસ્‍થાના સભ્‍ય જયભાઇ સાગઠીયા, કિશનભાઇ લશ્‍કરી, જયેન્‍દ્રભાઇ ચંદ્રવાડીયા સહિતના અમે રતનપર ગામ દ્વારકાધીશ હોટલ પાસે ઉભા રહી ગયયા હતાં. સવારે સાડા ચારેક વાગ્‍યે અમે પોલીસ કન્‍ટ્રોલમાં જાણ કરી પોલીસ પણ બોલાવી લીધી હતી. આ દરમિયાન બાતમી મુજબની બોલેરો પીકઅપ ગાડી આવી હતી.

પોલીસ સ્‍ટાફે તથા અમે કાર્યકરોએ ગાડી ઉભી રખાવી હતી. તેમાં ચેક કરતાં પાછળ ભેંસ અને પાડો જોવા મળ્‍યા હતાં. ડ્રાઇવરનું નામ પુછતાં એઝાઝ લાખા જણાવ્‍યું હતું. આ ભેંસ, પાડો ક્‍યાંથી લાવ્‍યા? તે અંગે પુછતાં તેણે કહ્યું હતું કે વાંકાનેરના અમરસગર ગામેથી નિઝામભાઇ પાસેથી વેંચાતા લઇ સદર બજાર રાજકોટ ખાતે મક્‍સુદભાઇને આપવા જાવ છું. આ બાબતે કોઇની મંજુરી   છે કે કેમ? તે પુછતાં તેણે ના પાડી હતી. ભેંસ, પાડો હલનચલન કરી ન શકે એ રીતે ક્રુરતાપુર્વક તેને બાંધી રખાયા હોઇ અને અંદર ઘાંસચારો, પાણી પણ ન હોઇ અને તેન કતલખાને લઇ જતો હોવાની શંકા હોઇ તેના વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં ભાવીનભાઇએ જણાવતાં પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં એએસઆઇ એમ. એમ. આજગયાએ ગુનો નોંધી ૧૦ હજારની ભેંસ, ૧૦ હજારનો પાડો અને ૨ લાખની બોલરો કબ્‍જે કર્યા હતાં. 

(3:38 PM IST)