News of Wednesday, 17th September 2025
લોકહૃદય સમ્રાટ નરેન્દ્રભાઈના જન્મદિવસની રાજકોટમાં ભવ્ય ઉજવણીઃ ભાજપ દ્વારા સેવા પખવાડિયાનું આયોજન
શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલિયા અને વીરેન્દ્રસિંહ ઝાલાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી

રાજકોટ તા.૧૭: સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ભારતનું ગૌરવ વધારનાર, ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિત્તે રાજકોટ શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેર ભાજપ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી સીમિત ન રાખતા, આજે તા.૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ગાંધી જયંતિ સુધી સેવા પખવાડિયા તરીકે મનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલિયા અને વીરેન્દ્રસિંહ ઝાલાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી સ્વયંથી આગળ વધતા વધતા માત્ર એક સંસ્થા કે સરકાર જ નહીં, પરંતુ એક વિચાર બની ગયા છે. આ વિચાર દ્વારા જ તેઓ રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી રહ્યા છે.
વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન આ સેવા પખવાડિયાના ભાગરૂપે આજે રાજકોટમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાઃ
શિવમંદિરોમાં પૂજન અને પ્રાર્થનાઃ સવારે શહેરના વોર્ડ નં.૧ થી ૧૮ના તમામ શિવમંદિરોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પૂજન, અભિષેક અને પ્રાર્થના કરવામાં આવી હતી.
સ્વચ્છતા અભિયાનઃ વોર્ડ નં. ૭ના કાર્યકર્તાઓ દ્વારા રાજકોટ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે સવારે ૯:૩૦ કલાકે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે વોર્ડ નં.૧૪ના કાર્યકર્તાઓએ સવારે ૧૧:૧૫ કલાકે ગુંદાવાડી સ્થિત પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન ચલાવ્યું હતું.
ફ્રુટ વિતરણઃ રાજકોટ શહેર બક્ષીપંચ મોરચા દ્વારા સવારે ૧૧ કલાકે વોર્ડ નં. ૧૪માં આવેલ આનંદનગર પાસેની આંગણવાડીના બાળકોને ફ્રુટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
અભિનંદન પોસ્ટકાર્ડ લેખનઃ રાજકોટ શહેર સફાઈ કામદાર સેલ દ્વારા સવારે ૧૦ કલાકે શારદાબાગ ખાતે સમૂહમાં એકઠા થઈ વડાપ્રધાનને અભિનંદન આપતા પોસ્ટકાર્ડ લખવાનો કાર્યક્રમ યોજાયો હતો.
મહાઆરતીઃ રાજકોટ શહેર મહિલા મોરચા દ્વારા પંચનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેર ભાજપના પદાધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સાદી જીવનશૈલી અને રાષ્ટ્રનિષ્ઠા વિશ્વભરમાં પ્રેરણાદાયક છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે શરૂ કરેલી વિકાસયાત્રા આજે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ આગળ વધી રહી છે. તેમના શાસનમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્ર સાથે ભ્રષ્ટાચારમુક્ત અને વિકાસલક્ષી શાસનનો પાયો નખાયો છે.
તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને ૩૫-એ હટાવવા, એક રાષ્ટ્ર, એક સંવિધાનનું સ્વપ્ન સાકાર કરવા, તેમજ બ્રિટનને પાછળ રાખી ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત, આતંકવાદીઓ સામે લીધેલા મક્કમ પગલાં અને સર્જિકલ સ્ટ્રાઈક જેવા સાહસિક નિર્ણયોની પણ પ્રશંસા કરવામાં આવી હતી.
આ તમામ કાર્યક્રમો રાજકોટ મહાનગર દ્વારા ભારતના સ્વપ્નદ્રષ્ટા સન્માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પ્રદેશ ભાજપની સૂચના અનુસાર યોજવામાં આવ્યા હતા.
જન્મદિવસની પૂર્વ સંધ્યાએ આ પહેલા હજારો નગરજનોની ઉપસ્થિતિમાં રાજકોટમાં ઙ્કનમોત્સવઙ્ઘ કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
શહેર ભાજપના મિડિયા ઇન્ચાર્જ હિતેષ ઢોલરીયા અને સહ-ઇન્ચાર્જ શૈલેષ દવે ની યાદીમાં જણાવાયું છે.(૪૦.૩૨)
(3:50 PM IST)










