<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

લોધીકાના વડવાજડીમાં અનુસૂચિત જાતિના ૭૦ પરિવારોને નળ-ગેસ કનેકશન- રોડ-રસ્‍તા-શૌચાલય જેવી સુવિધા મળેલ નથી !!

૪૦ થી પ૦ લોકો કલેકટર કચેરીએ દોડી આવ્‍યાઃ આવેદન પાઠવી વિસ્‍તૃત રજૂઆત..

રાજકોટઃ તા.૧૭, લોધીકાના વજ-વાજડી ગામના અનુસૂચિત જાતિના ૪૦ થી પ૦ જેટલા જેન્‍ટસ-લેડીઝ લોકોએ કલેકટરને આવેદન પાઠવી ગામ વડ-વાજડીમાં ઘરો સુધી નળ કનેકશન, ગેસ કનેકશન, રોડ રસ્‍તા  તેમજ શૌચાલયની સુવિધા અંગે રજૂઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, અમારા ગામ વડ-વાજડી તાલુકો લોધિકા, જિલ્લો રાજકોટ ખાતે લગભગ ૩૦ વર્ષથી અનુસૂચિત જાતિના આશરે ૭૦ પરિવારો વસવાટ કરે છે. અમારે અગાઉથી ભુગર્ભ ગટરની યોગ્‍ય વ્‍યવસ્‍થા આપવામાં આવી છે. પરંતુ અમને હજુ સુધી ઘરો સુધી નળ કનેકશન, ગેસ કનેકશન, પાકા રોડ રસ્‍તા તથા શૌચાલય જેવી જીવન જરૂરિયાતની વધુ સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવેલ નથી. અમે નાગરિક તરીકે પણ આપણા ગુજરાત અને ભારતના વિકાસમાં સહભાગી બનવા માંગીએ છીએ. ઉપરોકત સુવિધાઓ મળવાથી આપણા ગામના લોકોના જીવનસ્‍તરમાં નોંધપાત્ર સુધારો થશે અને આરોગ્‍યસંભાળી તેમજ સ્‍વચ્‍છતા અભિયાનને વધુ મજબૂતી મળશે આથી નમ્ર વિનંતી છે કે આપ તાત્‍કાલીક કાર્યવાહીના અધારે અમારી સમસ્‍યાનું નિરાકરણ લાવી ઉપરોકત સુવિધાઓ ઝડપથી ઉપલબ્‍ધ કરાવશો. 

(3:50 PM IST)