<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

નરેન્‍દ્રભાઇના જન્‍મદિને રપથી વધુ થીમ ઉપર ૭પ રંગોળીની રચના

મનપા અને ચિત્રનગરીના સંયુક્‍ત ઉપક્રમે પૂજ્‍ય મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ ખાતે ઉત્‍સવનો શુભારંભ ૮૨ કલાકારો દ્વારા અંદાજીત ૪૦૦ કિલો ચિરોડી કલરના ઉપયોગથી અલગ અલગ ૨૫ થી વધુ થીમ પર ૭૫ રંગોળી બનાવવામાં આવી

રાજકોટ, તા. ૧૭: આજે નરેન્‍દ્રભાઇના ૭૫માં જન્‍મ દિવસના અનુસંધાને ‘સ્‍વચ્‍છતા હી સેવા' થીમ આધારિત મહાનગરપાલિકા અને મિશન સ્‍માર્ટ સીટી ટ્રસ્‍ટ-ચિત્રનગરીના ઉપક્રમે પૂજ્‍ય મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ ખાતે રંગોલી ઉત્‍સવનું ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્‍તે સુતરની દોરી કટ કરી શુભારંભ કરવામાં આવ્‍યો. ત્‍યારબાદ ઉપસ્‍થિત સૌ મહાનુભાવોએ કલાકારો દ્વારા બનાવવામાં આવેલ તમામ ૭૫ રંગોળી નિહાળી હતી.

 આ રંગોળી ઉત્‍સવની વિશિષ્ટતા એ છે કે, ગોંડલના એક એવા કલાકાર કે જેનો ઉપયોગ પોલીસ ખાતામાં કોઈ ગુનેગારનો સ્‍કેચ બનાવવામાં થાય છે એવા ભાવેશભાઈ બગથરીયાએ અહી રંગોળી બનાવી હતી. અન્‍ય કલાકારોની વાત કરીએ તો નાનામાં નાના ૧૪ વર્ષથી લઈને ૬૦ વર્ષના વરિષ્ઠ કલાકારોએ ઉત્‍સાહભેર ભાગ લીધેલ હતો. અલગ અલગ ૨૫થી વધુ થીમ જેમાં સૌથી વધુ સ્‍વચ્‍છોત્‍સવ, શહેરી વિકાસ વર્ષ, ઓપરેશન સિંદૂર, અમળત મિશન અને ચંદ્રયાન જેવી થીમો ઉપર ૮૨ કલાકારો દ્વારા અંદાજિત ૫૦૦ માનવ કલાકના શ્રમથી અંદાજિત ૪૦૦ કિલો ચિરોડી કલરનો ઉપયોગ કરી ૭૫ રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી ઉત્‍સવમાં ૧૫×૧૫ સાઈઝની એક રંગોળી, ૬×૬ સાઈઝની ૪ રંગોળી અને ૪×૪ સાઈઝની ૭૦ રંગોળી બનાવવામાં આવી હતી.   

મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ ખાતે બનાવવામાં આવનાર રંગોળી પ્રદર્શન માટે શહેરીજનો તા.૧૭ અને તા.૧૮ ના રોજ સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્‍યા દરમ્‍યાન નિહાળી શકશે. આ પ્રદર્શન બહોળી સંખ્‍યામાં નાગરિકો નિહાળે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

આ શુભારંભ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, શહેર મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રાજુભાઈ ધ્રુવ, સેનિટેશન કમિટી ચેરમેન નિલેશભાઇ જલુ, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન કંકુબેન ઉઘરેજા, કોર્પોરેટર અલ્‍પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, નાયબ કમિશનર સી.કે.નંદાણી, એચ.આર.પટેલ, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, સહાયક કમિશનર બી.એલ.કાથરોટીયા, મેનેજર કૌશિક ઉનાવા  ઉપસ્‍થિત રહેલ.  

આ રંગોળી ઉત્‍સવ માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને ચિત્રનગરીના કમિટી મેમ્‍બર જીતુભાઇ ગોટેચા, રશ્‍મિ ગોટેચા, સુરેશભાઈ રાવલ, જયશ્રીબેન રાવલ,  રશેષભાઈ વ્‍યાસ, મુકેશભાઈ વ્‍યાસ, હેમાબેન વ્‍યાસ, સીમાબેન અગ્રવાલ, શિવમ અગ્રવાલ, દિગીશભાઈ વડોદરિયા, પરેશભાઈ ધોરાજીયા, હરદેવસિંહ વાઘેલા તથા  મૌલિકભાઈ ગોટેચા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:51 PM IST)